Gujarati News

Gujarati News

News of Monday, 17th May 2021

કોઠી કમ્પાઉન્ડના પડતર કવાટરમાં રેલ્વેના સફાઇ કામદાર સહિત ૪ પતા ટીંચતા ઝડપાયા

ક્રાંઇમ બ્રાંચે નાડોદાનગરમાંથી ચારને જુગાર રમતા ઝડપી લીધા

રાજકોટ, તા.૧૭: જંકશન કોઠી કમ્પાઉન્ડના પડતર કવાર્ટરમાં પ્રનગર પોલીસે બાતમીના આધારે દરોડો પાડી રેલ્વેના સફાઇ કામદાર સહિત ચારને જુગાર રમતા પડી લીધા હતા.

મળતી વિગત મુજબ કોઠી કમ્પાઉના કવાર્ટરમાં કેટલાક શખ્સો જુગાર રમતા હોવાની આર.પી.એફ.ના પીઆઇ બાબુલાલભાઇ ચાવડાએ જાણ કરતા પ્રનગર પોલીસ મથકના પીઆઇ. એલ.એલ ચાવડાના માર્ગદર્શન હેઠળ આર.પી.એફના પીઆઇ ચાવડા તેનો સ્ટાફ તથા પી.એસ.આઇ. બી.વી. બોરીસાગર, હેડ કોન્સ.ચંદ્રસિંહ ઝાલા, કોન્સ આનંદભાઇ મકવાણા, લોકરક્ષક રસીકભાઇ સહિતે કોઠી કમપાઉન્ડના કવાટરમાં આવેલા પડતર કવાટરમાં દરોડો પાડી તીનપતીનો જુગાર  રમતા કોઠી કમ્પાઉન્ડ કવાટર નં.૯૬/ડીમાં રહેતા રેલ્વેના સફાઇ કામદાર કાન્તી છગનભાઇ વાણીયા, કવાટર નં.એ/૧૪૨ ના રાજુ પુરાસ્વામી આદી દ્રાવડા, રૂખડીયાપરાના સુરેશ ગોવીંદભાઇ આદી દ્રાવીડા અને કવાટર નં.એ/૧૦૪ના કામરાજ વેલુ સ્વામીભાઇ આદીદ્રાવીડાને પકડી લઇ રૂ.૧૦૪૫૦ની રોકડ સહિતની  મતા કબ્જે કરી હતી.

જયારે બીજા દરોડામાં ક્રાંઇમ બ્રાંચના હેડ કોન્સ ક્રીપાલસિંહ જાડેજા, કોન્સ દેવાભાઇ ધરજીયાને બાતમી મળતા પીઆઇ. વી.કે. ગઢવીના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ પી.બી. જેબલીયા, ક્રિપાલસિંહ, સુભાષભાઇ, જીજ્ઞેશભાઇ, પ્રતાપસિંહ અને દેવાભાઇ સહિતે જંગલેશ્વર નાડોદાનગર શેરી નં.૭માં દરોડો પાડી જાહેરમાં તીનપતીનો જુગાર રમતા નાડોદાનગર શેરી નં.૭ના રવી અરવિંદભાઇ પરમાર, નાનજી વિઠલભાઇ મકવાણા, વિપુલ અરવિંદભાઇ પરમાર અને હેમા ડાયાભાઇ સંખેશ્વરીયાને પકડી લઇ રૂ.૧૨૫૪૦ની રોકડ સહિતની મતા કબ્જે કરી હતી.

(4:38 pm IST)