Gujarati News

Gujarati News

News of Monday, 17th May 2021

રાજકોટ શહેર પોલીસના 3000 જેટલા કર્મચારીઓ બે દિવસ પોતાના ઘેર નહીં જાય : 48 કલાક સુધી સ્ટેન્ડ ટુ તૈનાત રહેશે

રાજકોટ શહેરના નાગરીકો સુરક્ષીત રહે તે માટે અગાઉથી જ તકેદારીના પગલાઓ લેવાયા અને તમામ તૈયારીઓ કરાઈ : પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ

રાજકોટ : તાઉતે વાવાઝોડાને લઈને રાજકોટ પોલીસ સતર્ક બની છે અને રાજકોટ પોલીસના અધિકારીઓ અને કર્મચારીઓને આગામી ૪૮ કલાક સુધી પોતાના ઘરે નહીં જવા પોલીસ કમિશનરે સૂચના આપી છે જેને પગલે શહેર પોલીસના ત્રણ હજાર જેટલા કર્મચારીઓ આગામી ૪૮ કલાક સુધી સ્ટેન ટુ તૈનાત રહેશે અને કોઈપણ ગંભીર પરિસ્થિતિમાં તાત્કાલિક કામગીરી કરશે તેમ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે જણાવ્યું હતું.

પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે જણાવ્યું હતું કે હાલમા તાઉતે વાવાઝોડુ જે ગુજરાતમાં પ્રવેશવાની ખુબજ સંભાવના રહેલ છે જે વાવાઝોડુ ગુજરાતમાં પ્રવેશ કરે તો તેનાથી જાનમાલની નુકશાની ન થાય તે માટે સરકાર દ્રારા તકેદારી રાખવા માટે તમામ જરી સુવીધાઓ ઉભી કરવામા આવેલ છે જેની સાથે રાજકોટ શહેર પોલીસ દ્રારા પણ રાજકોટ શહેરના નાગરીકો સુરક્ષીત રહે તે માટે અગાઉથીજ તકેદારીના પગલાઓ રાખવામા આવેલ છે અને જરી તમામ તૈયારીઓ કરવામા આવેલ છે.

વાવાઝોડાની પરિસ્થિતીને અનુલક્ષીને પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ, સયુંકત પોલીસ કમિશ્નર ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા સાહેબ ઝોન-૧, ડીસીપી મનોહરસિંહ જાડેજા સાહેબ ઝોન-ર ના માર્ગદર્શન હેઠળ તાઉતે વાવાઝોડા સમયે ભારેથી અતીભારે વરસાદની આગાહી હોય જેથી રાજકોટ શહેર પોલીસ દ્રારા નીચાણવાળા વિસ્તારો જે આશરે કુલ ૩૧ આવેલ છે. જયા સતત મોનીટરીંગ રાખવામા આવી રહેલ છે તેમજ તેવા સ્થળો ખાતે યોગ્ય પોલીસ બંદોબસ્તની ફાળવણી કરવામા આવેલ છે.

પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે વધુમાં જણાવ્યું હતું કે શહેરના જાગૃત નાગરીક તરીકે લોકોની પણ પોતાની નૈતીક જવાબદારીઓ રહેલ હોય છે જેમા વાવાઝોડા અનુસંધાને પોતાના રહેણાંક મકાનની છત ઉપર કોઇ એવો માલ સામાન ન રાખવો કે જે વાવાઝોડાના કારણે ઉડે કે પડે તો પોતાને કે અન્ય કોઇને શારીરીક નુકશાન ન થાય તે માટે છત ઉપર રાખવામા આવેલ સામાન સુરક્ષીત જગ્યાએ રાખવા તેમજ દીવાલ ઉપર રાખવામા આવેલ કુંડા વિગેરે પણ નીચે ઉતારી સુરક્ષીત રાખવા તેમજ વૃક્ષો નીચે ઉભુ રહેવુ નહી જેથી કરી વાવાઝોડામાં કોઇ નુકશાન ન થાય

(11:47 pm IST)