Gujarati News

Gujarati News

News of Tuesday, 17th May 2022

ધર્મેન્‍દ્રસિંહ કોલેજમાં આવેલ મેદાન ખાનગી સંસ્‍થાને સોંપીદેવાની તજવીજ સંદર્ભે વકીલની હાઇકોર્ટમાં જાહેર હિતની અરજી

રાજકોટના એડવોકેટ ગોપાલ ત્રિવેદી દ્વારા કાનુની લડતઃ ખાનગી હાથમાં મેદાન જતું બચાવવા હાઇકોર્ટમાં દાદ મંગાઇ

રાજકોટ તા. ૧૭: રાજકોટ શહેરના ધર્મેન્‍દ્ર કોલેજ કેમ્‍પસમાં આવેલ મેદાન ગરીબ/સામાન્‍ય યુવાનોને રમતા અટકાવીને ખાનગી સંસ્‍થાને સોંપી દેવાના કાવાદાવા સામે કાયદાકીય લડત માટે ગુજરાત હાઇકોર્ટમાં જાહેર હીતની અરજી કરવામાં આવેલ છે.

રાજકોટ શહેરમાં ધર્મેન્‍દ્રસિંહજી આર્ટસ કોલેજની સ્‍થાપના ૬/૧/૧૯૩૬ના રોજ ઠાકોર સાહેબ ધર્મેન્‍દ્રસિંહજી દ્વારા કરવામાં આવેલ હતી. જે રજવાડાના વિલીનીકરણ પહેલાનું મેદાન હતું. આ રાજકોટ શહેરમાં લોકો રહેતા નાગરીકોનું હૃદય કહેવાય છે. અને રાજકોટ શહેરની જાહેર જનતા માટે તથા આજુબાજુની નાની સ્‍કુલોમાં તથા હોસ્‍ટેલમાં તથા કોલેજમાં અભ્‍યાસ કરતા તથા રાજકોટ શહેરના સામાન્‍ય તથા ગરીબ વર્ગના લોકો કોઇપણ ચાર્જ વિના બાળકો, યુવાનો માટે તથા સીનીયર સીટીઝન માટે ધર્મેન્‍દ્રસિંહજી કોલેજ કેમ્‍પસ રમતનું મેદાન આવેલ છે જે મેદાન ફરતે યુવાનોને રમત રમવા આવતા બંધ કરવા માટે વિકાસના નામે હાલના મેદાન ફરતે દીવાલ બનાવવામાં આવી રહી છે. જે તાત્‍કાલીક અટકાવવા તે માટે આ મેદાનમાં રમતા યુવાનો આ મેદાનમાં દીવાલ બનાવવા સામે વાંધા અરજી રાજકોટ કલેકટરશ્રીને તથા આર. એન્‍ડ બી શહેર મા×મ વિભાગને અરજી આપેલ હતી. રાજયપાલશ્રી દેવદર્ત આચાર્ય તથા ગુજરાત મુખ્‍યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી તથા શ્રી ભુપેન્‍દ્રભાઇ પટેલ હાલના મુખ્‍યમંત્રીશ્રી તથા શિક્ષણ કમિશ્‍નરશ્રી, વિગેરેને અરજી કરેલ હતી.

રાજકોટ શહેરમાં જે મેદાનો હતા તે પૈકી લાલબહાદુર શાષાી મેદાન, રેસકોર્ષનું મેદાન તથા કરણસિંહ સ્‍કુલનું મેદાન, ચૌધરી હાઇસ્‍કુલનું મેદાન તથા વિરાણી હાઇસ્‍કુલનું મેદાન, આત્‍મીય કોલેજનું મેદાન, આલ્‍ફ્રેડ હાઇસ્‍કુલ વિગેરે મેદાનો હતા જેમાં યુવાનો તે મેદાનો માં રમતો રમતા હતા તે જાહેર જનતા માટે ખુલ્લા હતા અને બાળકો, યુવાનો આ મેદાનમાં રમતો રમતા હતા. પરંતુ હાલ તે તમામ મેદાનોનો કબજો જે તે સંસ્‍થા દ્વારા રમતો રમતા યુવાનોને પ્રવેશ બંધ કરવામાં આવેલ છે. અથવા સરકાર દ્વારા બીલ્‍ડીંગો બનાવવાથી આ મેદાનો રહેવા પામેલ નથી જેથી આ રમતગમતની પ્રવૃતિ માટે હાલ માત્ર એક માત્ર ધર્મેન્‍દ્ર કોલેજ કેમ્‍પમાં આવેલ મેદાન છે જેમાં નાના મોટા બાળકો તથા યુવાનો જે રોજ ક્રિકેટ તથા ફુટબોલ, કબડી જેવી રમતો કોઇપણ ચાર્જ વિના વરસોથી રમતા હતા તેમજ ધર્મેન્‍દ્ર કોલેજ કેમ્‍પસમાં આવેલ મેદાનમાં તો અમો સીનીયર સીટીઝનો તથા એડવોકેટો પર્યાવરણ બચાવ સમિતિ દ્વારા મહેનત કમરી ઘરના ખર્ચ કરી આ. ૩૦૦/- વૃક્ષો વૃક્ષારોપણ કરેલ છે. (સરકારની યોજનાનો લાભ લીધા વિના).

આ ધર્મેન્‍દ્ર કોલેજ કેમ્‍પસમાં તો ધર્મેન્‍દ્રસિંહ આર્ટસ કોલેજ, એ.એમ.પી. લો કોલેજ તથા એચ.એન.બી. કોટક સાયન્‍સ કોલેજ એવીપીટીઆઇ પોલીટેકનીક કોલેજો જેવી અનેક કોલેજો આવેલ છે તથા અનેક હોસ્‍ટેલો જેવી કે પી.જી. મેડીકલ હોસ્‍ટેલ તથા માર્કોની હોસ્‍ટેલ તથા અનેક હોસ્‍ટેલો આવેલી છે તેમાં વિદ્યાર્થીઓ રહેતા હોયમ અને અભ્‍યાસ કરતા હોય અને સદરહું મેદાન જે તે સમયે ‘‘રાજકોટના રાજવી પરીવાર દ્વારા ફકત રાજય સરકારશ્રીને આ તમામ મીલ્‍કત તથા મેદાનમાં શૈક્ષણિક સંકુલ તથા રમતગમતના ઉપયોગ કરવા માટે જ રાજય સરકારને સોંપવામાં આવેલ છે.''

હાલ રાજકોટ શહેરમાં એક પણ મેદાન બાળકોને કે યુવાનોને રમત ગમત પ્રવૃતિ જેવી કે, ફુટબોલ, ક્રિકેટ, કબડી, રમત રમવા માટેના મેદાન રહેવા પામેલ નથી. અને જો આ મેદાન ફરતી દિવાલ બાંધવાથી આજુબાજુના વિસ્‍તારના તથા રાજકોટ શહેરના બાળકો રમત ગમત પ્રવૃતિ બંધભ થઇ જાય તેમ છે. અને ગુજરાત સરકારનું ખેલે ગુજરાતનું સપનું સાકાર કયાંથી થશે? જેથી અમોનાના છુટકે ન્‍યાયતંત્રનો આશરો લેવાની ફરજ પડેલ જે માટે અમો ગોપાલ બી. ત્રિવેદી એડવોકેટ રાજકોટ તથા બ્રીજભાઇ વિકાસના શેઠ એડવોકેટ અમદાવાદ હાઇકોર્ટ ઓફ ગુજરાતના દ્વારા રાજકોટના હજારો બાળકોના હીત માટે તથા આવનારી પેઢી માટે રમતગમતનું મેદાનમાં મુકત મતને કોઇપણ ચાર્જ વિના રમી શકે તે માટે કાયદાકીય લડત આપવા માટે જાહેર હીતની અરજી દાખલ કરવામાં આવેલ છે. (૭.ર૮)

ગોપાલ ત્રિવેદી

અરજદાર એડવોકેટ

(3:17 pm IST)