Gujarati News

Gujarati News

News of Tuesday, 17th May 2022

સાધુવાસવાણી રોડ પર દબાણ હટાવ ઝુંબેશઃ પાંચ જગ્યાએથી છાપરા હટાવાયા

રસ્તા પર પાર્કિંગ-માર્જીંનમાં થયેલા દબાણો દૂર કરી ૬૬ ચો.મી જગ્યા ખુલ્લી કરાવતુ મનપા તંત્ર


શહેરમાં 'વન વીક, વન રોડ' અન્વયે આજે વોર્ડ નં. ૯ના સાધુ વાસવાણી રોડ પર કોમ્પલેક્ષો, દુકાનો વગેરે સ્થળોએ માર્જીંન તથા પાર્કિંગમાં થયેલ દબાણો દૂર કરવા ડિમોલીશન હાથ ધરવામાં આવ્યુ હતુ તે વખતની તસ્વીર. (તસ્વીરઃ અશોક બગથરીયા)
રાજકોટ તા. ૧૭ : મહાનગરપાલિકા દ્વારા   શહેરમાં આવેલ મુખ્ય ૪૮ માર્ગો પર વન વીક, વન રોડ ઝુંબેશ હાથ ધરવામાં આવી રહી છે. જે અન્વયે સાધુવાસવાણી રોડ પર ૫ સ્થળોએથી પાર્કિંગ તથા માર્જીનમાં થયેલ છાપરા, ઓટલાનાં દબાણો, ગેરકાયદેસર બાંધકામ દુર કરી ૬૬ ચો.મી. જગ્યા ખુલ્લી કરવામાં આવ્યુ હતુ.
આ અંગે મનપાની સતાવાર યાદીમાં જણાવ્યા પ્રમાણે મ્યુ.કમિશ્નર અમીત અરોરાની સુચના અનુસાર તથા ટાઉન પ્લાનીંગ ઓફિસર એમ.ડી.સાગઠીયાના માર્ગદર્શન હેઠળ શહેરના જાહેર માર્ગો પર વાહન પાર્કિંગની સમસ્યાને અંતર્ગત કમિશ્નર દ્વારા રજુ કરાયેલ એકશન પ્લાન અંતર્ગત મહાનગરપાલિકાની ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા આજ વન વીક વન રોડ અંતર્ગત શહેરના વેસ્ટ ઝોન વિસ્તારના સાધુવાસવાણી રોડ પરના ઇલોરા કોમ્પલેક્ષ, આશીર્વાદ કોમ્પ્લેક્ષ સહિતના વિસ્તારોમાં પાર્કિંગ તથા માર્જીંનમાં થયેલ છાપરાના દબાણો દૂર કરી ૬૬ ચો.મી. જગ્યા ખુલ્લી કરવામાં આવી હતી.
આ કામગીરીમાં વેસ્ટ ઝોનના ડેપ્યુટી કમિશ્નર ટાઉન પ્લાનીંગ ઓફિસર, સીટી એન્જીનીયર, વેસ્ટ ઝોન તેમજ વેસ્ટ ઝોનની ટાઉન પ્લાનીંગ શાખા, બાંધકામ શાખા, દબાણ હટાવ શાખાપ, રોશની શાખા, સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા, ટ્રાફિક એન્ડ ટ્રાન્સપોર્ટ શાખાના તમામ ટિા

 

(4:02 pm IST)