Gujarati News

Gujarati News

News of Monday, 17th August 2020

રાજકોટના જાણીતા રેવન્યુ પ્રેકટીશ્નર-સિનિયર એડવોકેટ

કિશોર સખીયા, એડવોકેટ મહેશ સખીયા, આશુતોષ વસાવડાની નવનિર્મિત ઓફીસનો શુભારંભ

રાજકોટ તા.૧૭ : રેવન્યુ પ્રેકટીશમાં નામના ધરાવતા સિનિયર એડવોકેટ કિશોર સખીયા, તથા એડવોકેટ અનીતા સખીયા,  એડવોકેટસ મહેશ સખીયા અને આશુતોષ વસાવડા સહિતની ટીમ સાથે સખીયા એશોસીએટસએ પોતાની નવનિર્મિત ઓફીસમાં તા.૧૭ ઓગષ્ટથી પ્રસ્થાન કરેલ છે. કોરોના મહામારીના કારણસર કોઇપણ જાતના સમારંભ સિવાય સાદાઇથી પોતાના માતા-પિતાના હસ્તે નવપ્રસ્થાન વિધિ સપન્ન કરતા શ્રી સખીયાએ જણાવ્યું કે, શુભેચ્છકો, રાજકોટ બાર મેમ્બર્સ, મિત્રો-સગા સબંધી, બહોળા કલાયન્ટ વર્ગને હવે પછી ઓફીસની વ્યકિતગત મુલાકાત માટે નિમંત્રીત કરીશું.

સિનિયર એડવોકેટ કિશોર સખીયાએ એલએલ.બી.ના અભ્યાસ બાદ તુરત વકીલાતના વ્યવસાયમાં સીવીલ કોર્ટ સમક્ષની પ્રેકટીશથી શરૂ કરી રપ વર્ષના અનુભવ તથા કાયદાની જાણકારી અને વાંચનના ભાથે અનેક સીવીલ/રેવન્યુ કેસોમાં પોતાના અસીલોને તરફેણમાં ચુકાદાઓ આવે તે માટે સફળ કાયદાકીય રજુઆત સાથેના પ્રયત્નો કરી નામના પ્રાપ્ત કરી છે. તેમના લઘુબંધુ એવા મહેશ સખીયા પણ એલએલ.બી.નો અભ્યાસ પુર્ણ કરી સાથે જ જોડાયા છે. જમીનના ટાઇટલ તથા દસ્તાવેજોની કામગીરીની કુશળતા ધરાવતા એડવોકેટ મહેશ સખીયા અનેક મોટા પ્રોજેકટના દસ્તાવેજો અને 'રેરા' કાયદાની કામગીરી સફળતાથી કરી રહ્યા છે. રેવન્યુ ખાતામાં લાંબી નોકરીના અનુભવ બાદ સ્વૈચ્છિક નિવૃત થઇ પોતાના અનુભવ અને એલએલ.એમ.ની લાયકાત સાથે છેલ્લા ૪ વર્ષથી એડવોકેટ આશુતોષ વસાવડા પણ સખીયા એશોસીએટસ સાથે જોડાયા છે.

સિનિયર એડવોકેટ કિશોર સખીયાની ટીમમાં એડવોકેટસ ધીરજ બી. સખીયા, પંકજ પાંભર, દિવ્યેશ કે. રાઠોડ, પ્રવિણ જી.પરમાર, આરદિપ બુશા, પિયુષ સખીયા પણ એશોસીએટ એડવોકેટસ તરીકે પે્રકટીસ કરી રહ્યા છે.

તેઓની નવી ઓફીસ ધ મીલેનીયમ બિલ્ડીંગમાં ઓફીસ નં.પ૦૮, પાંચમો માળ, ૧પ૦ ફુટ રીંગ રોડ, નાનામવા સર્કલ પાસે, રાજકોટ ખાતે કાર્યરત થતાં રાજકોટ બાર એશોસિએશનના સભ્યો, સગા, સબંધી, મિત્રો, સ્નેહીજનો, બહોળા કલાયન્ટ વર્ગ દ્વારા એડવોકેટ કિશોર સખીયા (મો.૯૮ર૪૧ ૭૧૮૮૪) મહેશ સખીયા (મો.નં.૯૮ર૪૧ ૭૧૭૯૯) આશુતોષ વસાવડા (મો. ૯૮રપ૪ ૮પ૬૮પ) ને શુભેચ્છા અને અભિનંદન પાઠવી રહેલ છે.

(12:06 pm IST)