Gujarati News

Gujarati News

News of Monday, 17th August 2020

ઓવરફલો થવામાં આજી ૧.૭૦ ફુટ અને ભાદરમાં ૩ ફુટ નું છેટુ

છેલ્લા ચોવીસ કલાકમાં આજી-૧માં ૦.૩૯ તથા ભાદરમાં ૦.૩૩ ફુટની નવા નીરની આવકઃ ન્યારી છલોછલ

રાજકોટ તા. ૧૭: શહેર-જીલ્લામાં શ્રાવણીયો માહોલ છવાયો છે છેલ્લા સાત દિવસથી મેઘકૃપા વરસી રહી છે. ત્યારે શહેરના પાણી વિતરણના  આધાર સ્તંભ સમો આજી-૧ અને ભાદરમાં છેલ્લા ચોવીસ કલાકમાં  ૦.૩૯ ફુટ સુધી નવા નીરની આવક થઇ હતી.જયારે ન્યુ રાજકોટને પીવાનું પાણી પુરૂ પાડતા ન્યારી ડેમ-૧માં ત્રણ દિવસ પહેલા કુલ સપાટી ૨૫.૦૯ ફુટ ે પહોંચતા ૩ દરવાજા ખોલવામાં આવતા ડેમની હાલની સપાટી ૨૪.૩૦ ફુટે પહોંચી  છે.

મ્યુ.કોર્પોરેશનની સતાવાર યાદીમાં જણાવ્યા મુજબ ઉપરવાસમાં થયેલા વરસાદને કારણે છેલ્લા ૨૪ કલાકમાં  આજી-૧માં  ૦.૩૯ ફુટ નવુ પાણી આવતા આ ડેમની સપાટી ૨૭.૩૦  ફુટે પહોંચી છે. ડેમમાં જળ જથ્થો ૮૧૦ એમ.સી.એફ.ટી સંગ્રહીત થયો છે. જયારે ન્યારી-૧મા હાલની સપાટી ૨૪.૩૦ ફુટ છે અને ડેમમાં જળ જથ્થો ૧૧૧૨ એમ.સી.એફ.ટી સંગ્રહીત થયો છે.

આ ઉપરાંત ભાદર-ડેમમાં ૦.૩૩ ફુટ નવુ પાણી આવતા આ ડેમની સપાટી ૩૧ ફુટ પહોંચી છે.ડેમમાં જળ જથ્થો ૫૨૫૨એમ.સી.એફ.ટી સંગ્રહીત થયો છે.

આમ શહેરને પાણી પુરૂ પાડતા ત્રણ-ત્રણ ડેમોમાં  નવાનીર આવતા તંત્ર વાહકોના હૈયે ઠંડક પહોંચી છે. (૨૮.૧)

શહેરને પીવાનું પાણી પુરૂ પાડતા જળાશયોની સ્થિતિ

ડેમનું નામ

નવુ પાણી

હાલની સપાટી

કુલ સપાટી

 

ફૂટમાં

ફૂટમાં

ફૂટમાં

આજી-૧

૦.૩૯

૨૭.૩૦

૨૯

ન્યારી-૧

-

૨૪.૩૦

૨૫.૦૯

ભાદર

૦.૩૩

૩૧

૩૪

(3:22 pm IST)