Gujarati News

Gujarati News

News of Wednesday, 17th August 2022

ધર્મ-સંસ્કૃતિની રક્ષા માટે રાષ્ટ્ર રક્ષા જરૃરીઃ પૂ. પદ્મદર્શન વિ.મ. -પંન્યાસ પદ્મદર્શનવિજય

રાજકોટ તા. ૧૬ :.. ગિરનારની ગોદમાં ગિરનાર દર્શન યાત્રિક ભવનમાં જૈનાચાર્ય પૂ. હેમવલ્લભસૂરિજી મ. અને પૂ. પંન્યાસપ્રવર પદ્મદર્શનવિજયજી મ. આદિ શ્રમણ-શ્રમણી ભગવંતોના સાન્નિધ્યમાં રાષ્ટ્ર, સંસ્કૃતિ, સમાજ અને ધર્મલક્ષી વિવિધ કાર્યક્રમો ચાતુર્માસ અંતર્ગત ભારે હર્ષોલ્લાસપુર્વક ચાલી રહ્યા છે.

પંદરમી ઓગસ્ટે રાષ્ટ્રની આન-બાન-શાન સમાન 'વંદે માતરમ' અને 'જનગણમન' દ્વારા ધ્વજવંદનનો અભુતપૂર્વ કાર્યક્રમ યોજાયો હતો. પૂ. પંન્યાસ શ્રી પદ્મદર્શનવિજયજી મહારાજે રાષ્ટ્રધર્મ અંગે જણાવ્યું હતું કે, ધર્મ અને સંસ્કૃતિની રક્ષા માટે રાષ્ટ્ર રક્ષા અત્યન્ત જરૃરી છે. જો રાષ્ટ્ર બચશે તો જ ધર્મ બચશે. રાષ્ટ્ર  એ આપણું ર્સ્વસ્વ છે. આપણે સહુએ રાષ્ટ્રના રખોપા બનવાનું છે. હિન્દુ રાષ્ટ્ર ૭પ વર્ષની પ્રબુધ્ધતાને પ્રાપ્ત કરી ચૂકયું છે. હવે આપણને કોઇ ડરાવી નહીં શકેે.

શહીદોની શહાદતનાં કારણે આપણે આજે શાંતિનો શ્વાસ લઇ શકીએ છીએ. કારગિલના યુધ્ધમાં શહીદ થયેલા આપણા બહાદુર સૈનિકોની વિધવા બનેલી પત્નીએ માટે પંન્યાસ ચંદ્રશેખરવિજયજી મહારાજે અમદાવાદ પંકજ સોસાયટીમાં ચાતુર્માસ પ્રસંગે રાષ્ટ્રપ્રેમ અદા કરવા લાખો રૃપિયાનું ફંડ કરીને વિધવાઓના બેંક એકાઉન્ટમાં રકમ જમા કરાવી હતી.

રાષ્ટ્રના ગૌરવ અને ગરિમાને ઉજાગર કરવા સુખદેવ ગઢવીએ ડાયરાના કાર્યક્રમ દ્વારા શીખ આપી હતી.

(5:02 pm IST)