Gujarati News

Gujarati News

News of Wednesday, 17th August 2022

વિજ્ઞાન જાથા દ્વારા એકતા રેલી

ભારત જન વિજ્ઞાન જાથાના સહયોગથી જીવનનગર વિકાસ સમિતિ, વોર્ડ નં. ૧૦ જાગૃત નાગરિક મંડળ, મહાદેવધામ સમિતિ, મહિલા મંડળના સંયુકત ઉપક્રમે ૭૬ મા સ્‍વાતંત્ર્ય પર્વની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. દેશમાં જાતિવાદ, કોમવાદને જાકારો આપવા સાથે રહીશોના તેજસ્‍વી છાત્ર-છાત્રાઓનું સન્‍માન કરવામાં આવ્‍યું હતું. ધ્‍વજવંદનમાં શહેર ભા.જ.પ.ના વોર્ડ નં. ૧૦ ના પ્રમુખ રજનીભાઇ ગોલ, મહામંત્રી પરેશભાઇ તન્‍ના, મહામંત્રી હરેશભાઇ કાનાણી, મનીષભાઇ ડેડકીયા, કેતનભાઇ મકવાણાએ ભાગ લઇ દેશવ્‍યાપી ઘર-ઘર તિરંગાની વાત મુકી હતી. ધ્‍વજવંદન કાર્યક્રમની સફળતામાં સમિતિના પ્રમુખ જયંત પંડયાના વડપણ હેઠળ મુકેશભાઇ પોપટ, વિનુભાઇ ઉપાધ્‍યાય, વિજયભાઇ જોબનપુત્રા, વિનોદરાય ભટ્ટ, કેતન મકવાણા, નવીનભાઇ પુરોહિત, ગોવિંદભાઇ ગોહેલ, મપંકજભાઇ મહેતા, અંકલેશ ગોહીલ, પાર્થ ગોહેલ, રોમિત રાજદેવ, દિનેશભાઇ વઢવાણા, મહિલા મંડળના સુનિતાબેન વ્‍યાસ, યોગીતાબેન જોબનપુત્રા, શોભનાબેન ભાણવડિયા, ભારતીબેન ગંગદેવ, આશાબેન મજેઠીયા, કલ્‍પનાબેન દવે, હર્ષાબેન પંડયા વકીલ, હંસાબેન ચુડાસમા, જયોતિબેન પુજારા, પ્રફુલ્લાબેન બોરીચા, અલ્‍કાબેન પંડયા સહિત સદસ્‍યો જોડાયા હતાં. 

(3:20 pm IST)