Gujarati News

Gujarati News

News of Wednesday, 17th August 2022

સૌ કૃષ્‍ણમય બનજો : જન્‍માષ્‍ટમી પર્વની શુભેચ્‍છા પાઠવતા મિરાણી

રાજકોટ,તા. ૧૭: શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી જીતુ કોઠારી, કિશોર રાઠોડ, નરેન્‍દ્રસિંહ ઠાકુરે શહેરીજનો ને જન્‍માષ્‍ટમી પર્વની શુભેચ્‍છા પાઠવતા જણાવ્‍યું હતું કે શ્રીકૃષ્‍ણ જે વિષ્‍ણુના અવતાર છે.શ્રાવણ વદ આઠમ (કૃષ્‍ણ પક્ષ) એટલે કે શ્રીકૃષ્‍ણના જન્‍મદિવસને જન્‍માષ્‍ટમી તરીકે ઉજવાય છે ત્‍યારે સમગ્ર ભારતભરમાં ખુબ જ ઉત્‍સાહ થી ઉજવાતો આ તહેવાર કૃષ્‍ણજન્‍મોત્‍સવ તરીકે પણ ઓળખાય છે.
માં દેવકી અને પિતા વાસુદેવના આઠમા સંતાન શ્રીકૃષ્‍ણનો જન્‍મ મથુરાના કારાવાસમાં રાત્રે ૧ર વાગ્‍યે થયો હતો અને જન્‍મથી જ મામા કંસ તરફથી તેને મારી નાખવાના કાવાદાવા થયા હતા, પોતાના જીવનકાળ દરમ્‍યાન અનેક સમસ્‍યાઓથી ઘેરાયેલા શ્રીકૃષ્‍ણે  હસતા મુખે સ્‍થિતપ્રજ્ઞ રહીને દરેક સમસ્‍યાનો સામનો કર્યો હતો અને  સમાજમાં થી અનિષ્ઠકારક તત્‍વોનો વિનાશ કર્યો હતો અને ખરા અર્થમાં એક લોકનાયક તરીકે પ્રસ્‍થાપિત થયા હતા.
સાતમ-આઠમના તહેવારો શહેરીજનોને સપરિવાર આનંદ-ઉલ્લાસથી ઉજવવા અને મન મુકી ને માણવા તેમજ રાજકોટના શહેરીજનો પ્રત્‍યેક તહેવારને સાથે મળીને ઉજવણી કરતા હોય છે ત્‍યારે રાજકોટવાસીઓને આજે રાંધણ છઠ્ઠના પાવન પર્વે આજી ડેમ પાસે ‘રામવન' રૂપી નજરાણુ મળી રહયુ છે જેનું લોકાપર્ણ રાજયના મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઈ પટેલ દ્વારા કરવામાં આવેલ છે તેમજ ખ્‍યાતનામ લોકમેળાનો આજથી પ્રારંભ થઈ રહયો છે, ત્‍યારે ખરા અર્થમાં રંગીલા રાજકોટ તરીકે પ્રસ્‍થાપિત બન્‍યુ છે, એમ જણાવી શહેરીજનોને કમલેશ મિરાણી, જીતુ કોઠારી, કિશોર રાઠોડ, નરેન્‍દ્રસિંહ ઠાકુરએ જન્‍માષ્‍ટમી પર્વની શુભેચ્‍છાઓ પાઠવી છે

 

(3:31 pm IST)