Gujarati News

Gujarati News

News of Wednesday, 17th August 2022

ચોલામંડલમ ફાયનાન્‍સમાંથી ૨૭.૩૦ લાખની લોન લઇ ભરપાઇ ન કરનાર

મોટામાત્રાના શખ્‍સને એક વર્ષની સજાઃ ચેક મુજબની રકમ વ્‍યાજ સહીત ચુકવવાનો હુકમ કરતી અદાલત

રાજકોટઃ લોન લઇ પરત ન ચુકવનાર માટે  લાલબત્તી સમાન ચૂકાદામાં રાજકોટની અદાલતે ચોલામંડલમ ફાયનાન્‍સમાંથી વાહન ખરીદવા લોન લઇ પરત ચૂકવવા આપેલ ચેક પરત ફરતા થયેલ ફોજદારી ફરીયાદના કામે કેસ ચાલી જતા આરોપી ઇશ્વરભાઇ પોલાભાઇ આલ રહે. મું. મોટામાત્ર, વીજીયા તા. જસદણવાળાને ૧ વર્ષની સજાનો હુકમ કરેલ છે.
આ કેસની હકીકત એવી છે કે, મુ.મોટામાત્રા, વિછીયાના જસદણ ખાતે રહેલા ઇશ્વરભાઇ પોલાભાઇ આલએ એમટીબીએલ ટીપર્સ નામનું વાહન ખરીદવા માટે નાણાની જરૂરીયાત ઉભી થતા રાજકોટ સ્‍થિત ચોલામંડલમ ઇન્‍વેસ્‍ટમેન્‍ટ એન્‍ડ ફાયનાન્‍સ કું.લી. માંથી કંપનીના ધારાધોરણ અને નીતીનિયમ મુજબ આરોપીને રૂ.૨૬,૭૪,૩૦૦ની લોનની સવલત પુરી પાડેલ હતી, આરોપીએ ફરીયાદી કંપની પાસેથી લોન લેતી વખતે ફરીયાદી કંપનીમાં કરાર કરેલ હતો તહોમતદારે કરેલ કરાર મુજબ લોનના હપ્તાની રકમો ચુકવવામાં કસુર કરતા ફરીયાદી દ્વારા ચડત થઇ ગયેલ હપ્તાઓની રકમ ચુકવી આપવા જણાવતા તહોમતદારે સદર રકમની ચુકવણી માટે ફરીયાદી કંપનીને રૂ.૨૭,૩૦,૭૯૪/-નો ચેક આપેલ હતો.
ફરીયાદી કંપનીએ આરોપીની પુરતી ખાત્રી કરી અને જરૂરી દસ્‍તાવેજો આરોપી પાસે લઇ વાહન ખરીદવા માટે લોન આપેલ હતી. આરોપી દ્વારા કંપનીને લોન ચૂકવવા માટે હપ્તાથી ભરપાઇ કરવાની જોગવાઇ કરવામાં આવેલ હોય આરોપીએ કંપની સાથેના કરાર મુજબ લોન પરત ચૂકવવા માટે આપેલ ચેક પરત થતાં ફરીયાદી કંપનીના એડવોકેટ રીપન ગોકાણી મારફત આરોપી વિરૂધ્‍ધ રાજકોટની અદાલતમાં આરોપીઓ ચેક પરત ફરવાની ફોજદારી ફરીયાદ દાખલ કરેલ હતી.
જે ફરીયાદ અન્‍વયેનો કેસ ચાલી જતા આરોપી ઇશ્વર પોલા આલએ અદાલતમાં હાજર થતા નામ.અદાલત દ્વારા આરોપીની કેસ કબુલ છે કે આગળ ચલાવવો છે તે બાબતે પ્‍લી નોંધતા સમયે ગુન્‍હો કબુલ છે કે કેસ આગળ ચલાવવો  છે તે બાબતે પુછતા આરોપીએ ગુન્‍હો કબુલ નથી અને તેને કેસ આગળ ચલાવવો હોય જેથી નામે અદાલત દ્વારા કેસ ચલાવવાની કાર્યવાહી આગળ ધપાવેલ હતી જે કેસ ચાલતા ફરીયાદીના વકીલ દ્વારા સાહેદ્દોની જુબાની નોંધાવી આરોપીની સહીઓવાળા કરારો સહીતના વિવિધ દસ્‍તાવેજો તથા મૌખિક પુરાવાઓ રજુ કરેલ હતા જે તમામ મજબુત પુરાવાઓથી આરોપી સામેનો કેસ પુરવાર થતો હોવાની રજુઆતો શ્રી ગોકાણી દ્વારા કરવામાં આવેલ હતી.
અદાલત દ્વારા ફરીયાદીએ રજૂ કરેલ લોન એગ્રીમેન્‍ટ સહીતના તમામ દસ્‍તાવેજો પુરવાર માની આરોપીને કસુરવાર ઠરાવતા ચૂકાદામાં એવું અવલોકન કરેલ કે આરોપીના બેંકના ખાતામાં પુરતુ  ભંડોળ ન હોવાથી આરોપીની દાનત રકમ ફરીયાદીને પરત નહી આપવાનું પુરવાર થાય છે. તેમજ આરોપીની વર્તણુંક જોતા પણ તેને કોઇ રહેમ રાખી શકાય તેમ નથી જેથી કેસના આરોપીને તકસીરવાન ઠરાવી ૧ વર્ષની જેલની કેદની સજા તેમજ ફરીયાદીને ચેક મુજબની રકમ વાર્ષિક નવ ટકાના સાદા વ્‍યાજે વળતર તરીકેનો હુકમ કરતા લોન ડીફોલ્‍ટરોમાં ફફડાટ મચી જવા પામેલ છે.
આ કામમા ફરીયાદી કંપની ચોલામંડલમ ઇન્‍વેસ્‍ટમેન્‍ટ એન્‍ડ ફાયનાન્‍સ કું. લી.વતી રાજકોટના જાણીતા ધારાશાષાી તુષાર ગોકાણી, રીપન ગોકાણી, કેવલ પટેલ, હાર્દિક શેઠ, ઉઝેર કુરેશી, જશપાલસિંહ જાડેજા, યશ વૈષ્‍ણવ, ઇશાન ભટ્ટ, વિરમ ધ્રાંગીયા, નદીમ ધંધુકીયા રોકાયેલ હતા.

 

(4:59 pm IST)