Gujarati News

Gujarati News

News of Wednesday, 17th August 2022

શ્રી કડવીબાઇ વિદ્યાલયમાં ધ્વજવંદનઃ રાજકોટ

શ્રી વલ્લભ કન્યા કેળવણી મંડળ -રાજકોટ સંચાલિત શ્રી કડવીબાઇ વીરાણી કન્યા વિદ્યાલયમાં ૭૫માં સ્વાતંત્ર્ય પર્વની ખૂબ ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે શાળાનું ગૌરવ અને તરણ સ્પર્ધાની નેશનલ એવોર્ડ વિજેતા વિદ્યાર્થીની ટાંક પ્રિશાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યુ. રાષ્ટ્રીય તહેવારની ઉજવણીમાં શાળાના ટ્રસ્ટીશ્રીઓ પ્રફુલ્લભાઇ ગોહિલ, અનિલભાઇ અંબાસણા, નિયામક હિરાબેન માંજરિયા, આચાર્ય વર્ષાબેન ડવ,શિક્ષણમિત્રો તથા બહોળી સંખ્યામાં વિદ્યાર્થીનીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(3:46 pm IST)