Gujarati News

Gujarati News

News of Wednesday, 17th August 2022

રતનપર રામમંદિર ખાતે કાલથી સાંસ્‍કૃતિક લોકમેળાનો પ્રારંભ

રાજકોટ તા. ૧૭ : મોરબી રોડ પર રતનપર ખાતે શ્રીરામચરિત માનસ મંદિરે જન્‍માષ્‍ટમી નિમિતે સાંસ્‍કૃતિક લોકમેળાનું આયોજન થયુ છે. અંદાજીત ૧૫૦ થી વધુ સ્‍ટોલ સાથેનો આ લોકમેળો કાલે તા. ૧૮ ના ખુલ્લો મુકાશે. તા. ૨૧ સુધી માણી શકાશે.
કાલે યોજાયેલ ઉદ્દઘાટન પ્રસંગે ધારાસભ્‍ય અરવિંદભાઇ રૈયાણી, ગોવિંદભાઇ પટેલ, જિ.પં. પ્રમુખ ભુપતભાઇ બોદર, જિલ્લા ભાજપ પ્રમુખ મનસુખભાઇ ખાચરીયા, માર્કેટ યાર્ડના ચેરમેન જયેશભાઇ બોઘરા, જિલ્લા ભાજપ મહામંત્રી નાગદાનભાઇ ચાવડા, મનસુખભાઇ રામાણી, મનીષભાઇ ચાંગેલા, તાલુકા ભાજપ પ્રમુખ બાબુભાઇ નસિત, પ્રકાશભાઇ કાકડીયા, રાજેશભાઇ ચાવડા, હિતેશભાઇ ચાવડા, ગૌરવસિંહ જાડેજા, રતનપર સરપંચ ઇન્‍દ્રજીતસિ઼હ ઝાલા વગેરે ઉપસ્‍થિત રહેશે. તેમ સિયારામ મંડળીની યાદીમાં જણાવાયુ છે.

 

(4:05 pm IST)