Gujarati News

Gujarati News

News of Wednesday, 17th August 2022

લાપાસરીમાં તિરંગાયાત્રા : વિકાસ કામોનો પ્રારંભ

રાજકોટ : જિલ્લાના લાપાસરી ગામ ખાતે જિલ્લા પંચાયત સ્‍વભંડોળ તથા તાલુકા પંચાયત સ્‍વભંડોળની ગ્રાન્‍ટ અંતર્ગત લાપાસરી ગામ માટે મંજૂર થયેલ નવા આંગણવાડી ભવન, સ્‍મશાનમાં પ્રાર્થના હોલ તથા પેવર બ્‍લોક તથા નવા સિમેન્‍ટ રોડ ના કામોનું ખાતમુહૂર્ત  જિલ્લા પંચાયત પ્રમુખ ભુપતભાઈ બોદરના હસ્‍તે કરવામાં આવ્‍યું હતું. આ પ્રસંગે ‘આઝાદી કા અમૃત મહોત્‍સવ'નીᅠ ઉજવણીના ભાગરૂપે ‘હર ઘર તિરંગા' અભિયાન અંતર્ગત લાપસરીᅠ ગામે દેશમાં મોટી તિરંગા યાત્રા યોજાઈ હતી. આ પ્રસંગે તાલુકા ભાજપ પ્રમુખ બાબુભાઈ નસીત, તા.પં.પ્ર. પ્રતિનિધિ પ્રકાશભાઈ કાકડીયા, તા.પં.સદસ્‍ય ભરતભાઈ મકવાણા, શૈલેષભાઈ ગઢીયા કેયુરભાઈ ઢોલરીયા, સરપંચ કુલદીપસિંહ ભટ્ટી, લાભુભાઈ જળુ, લાખાપર સરપંચ કેતનભાઇ કાનાણી, કાળીપાટ સરપંચ નરેન્‍દ્રસિંહ જાડેજા, સંદીપભાઈ રામાણી, વિશાલ અજાણી, યુવરાજ સિંહ જાડેજા, રવુભા એમ પરમાર, છનુભા વી રાઠોડ,,ભાણજીભાઈᅠ એ ગોહીલ,જીલુભા એસ ચૌહાણ, દિલીપસિંહ પી ભટ્ટી, હરદેવસિંહ એસ. રાઠોડ, જસવંતસિહ ટી. હડીયલ,જયરાજસિંહ બી ડાભી રણજીતસિંહ એમ ગોહિલ, પ્રતાપસિંહ આર ભટ્ટી,વીજયસિંહ જે પરમાર, અનુભા જે ડાભી, હીતેશભાઈ એલ બરાળીયા, ચંદ્રસિંહ બી ભટ્ટી, છવુભા એસ ચૌહાણ, રેશ્‍માબેન ડી ગોહિલ,નીતાબેન વી ભટ્ટીતથા ગ્રામજનો તથા મોટી સંખ્‍યામાં અન્‍ય આગેવાનો, ગ્રામજનો અને કાર્યકરો ઉપસ્‍થિત રહ્યા હતા.

(4:08 pm IST)