Gujarati News

Gujarati News

News of Wednesday, 17th August 2022

જિલ્લા પંચાયતમાંથી ડો. ભંડેરીએ ચાર્જ ન છોડતા સભ્‍યો ઉકળ્‍યા

રાજકોટ તા. ૧૭ :. જિલ્લા પંચાયતના આરોગ્‍ય વિભાગમાં વર્ષોથી ફરજ બજાવતા આરોગ્‍ય અધિકારી ડો. મિતેષ ભંડેરી વધુ એક વખત વિવાદમાં આવ્‍યા છે. તેમની દ્વારકા જિલ્લામાં બદલીનો હુકમ થયાને એક માસથી વધુ સમય થઇ ગયો હોવા છતાં અને તેમના સ્‍થાને અન્‍યની નિમણૂકનો હુકમ થઇ ગયો હોવા છતાં શા માટે રાજકોટથી ચાર્જ છોડતા નથી ? તેવો સવાલ શાસક ભાજપના જ કેટલાય સભ્‍યોએ ઉઠાવી પંચાયત પ્રમુખ અને ડી. ડી. ઓ.ને રજૂઆત કર્યાનું જાણવા મળે છે. આ અંગે જરૂર પડે તો સરકારમાં રજૂઆત કરવાની પણ તૈયારી દર્શાવી છે. ભંડેરીની કાર્ય પધ્‍ધતિ સામે શાસક પાંખમાં અસંતોષ જોવા મળે છે. બદલી છતાં જગ્‍યા પર યથાવત રહેવાનો મુદ્‌્‌ો ચર્ચાની એરણે છે.

 

(4:09 pm IST)