Gujarati News

Gujarati News

News of Wednesday, 17th August 2022

હર ઘર શ્યામ, ઘર ઘર ઘનશ્યામ : ૧૦૦ ફલોટસની ધર્મયાત્રાની તૈયારી

શામ સવેરે દેખુ તુજકો કિતના સુંદર રૂપ હૈ, કનૈયા સાથ ઠંડી છાયા, બાકી દુનિયા ધૂપ હૈ... : કેસરિયા ધજા પતાકા અને રોશનીથી શોભતુ રાજકોટ : જન્‍માષ્‍ટમીની ધર્મયાત્રાના રૂટ સાથે સમયપત્રક જાહેર

રાજકોટ તા.૧૭ : વિશ્વ હિન્‍દુ પરિષદ દ્વારા છેલ્લા ૩પ વર્ષથી જેનું સફળતાપુર્વક આયોજન કરવામાં આવે છે તેવી દેશની સૌથી મોટી અને ૩૬માં વર્ષની ભવ્‍ય જન્‍માષ્‍ટમી શોભાયત્રાનો રૂટ જાહેર કર્યા બાદ વિ.હિ.પ. જન્‍માષ્‍ટમી મહોત્‍સવ સમિતિ દ્વારા  આ રૂટના સમયપત્રકની જાહેરાત કરવામાં આવી છ.ે જેનાથી નગરજનોને આ શોભાયાત્રા પોતાના વિસ્‍તારમા઼ કયાં સમયે પહોંચવાની છે તેની જાણકારી રહે અને મોટી સંખ્‍યામાં લોકો આ શોભાયાત્રાના દર્શનનો લાભ લઇ શકે.

દર વર્ષે અનેક આકર્ષણ સાથે કાંઇક સવિશેષ આપતી જન્‍માષ્‍ટમીની શોભાયાત્રામાં આ વર્ષે ૧૦૦ જેટલા ફલોટસની નોંધણી થઇ ચુકી છે. આ વખતની શોભાયાત્રામાં નાના-મોટા વાહનોમાં ૧૦૦ ફલોટસ, શણગારેલા ટુ-વ્‍હીલર, થ્રી-વ્‍હીલર, બાઇક સવાર યુવાનો, ગજરાજ, ઉંટ, ઘોડેશ્વાર, ધુન મંડળો, મહિલા મંડળો, સાફાધારી યુવાનો, બરજંગદળના ખેસધારી યુવાધન, દુર્ગાવાહિનીની બહેનો સહિતી ૩ કી.મી.લાંબીશોભાયાત્રા કે જે દેશની સૌથી મોટી જન્‍માષ્‍ટમીની શોભાયાત્રા છે.

આ શોભાયાત્રા જન્‍માષ્‍ટમીના દિવસે મવડી ચોકડી ખાતે સવારે ૯ કલાકે ધર્મસભા પૂર્ણ થયા બદ પ્રસ્‍થાન કરશે. દર વર્ષે આ શોભાયાત્રામાં હજારોની સંખ્‍યામાં સ્‍વયંભૂ રીતે સંસ્‍થા, ગ્રુપ, મંડળના આગેવાનો, કાર્યકરો જોડાયા છે. આખી શોભાયાત્રાના રૂટ ઉપર ઠેર-ઠેર અનેક વેપારી, મંડળો, લત્તાના આગેવાનો, રાજકીય પક્ષો, ટ્રસ્‍ટો, મંદિરના સંચાલકો, જ્ઞતિના આગેવાનો, સમાજના અલગ-અલગ લોકો દ્વારા ભગવાનના વધામણા કરવામાં આવે છે. સમગ્ર રૂટ ઉપર કાર્યકર્તાઓ તથા શોભાયાત્રામાં જોડાયેલ લોકો માટે અલગ-અઅલગ વિસ્‍તારના યુવક મંડળો, ગ્રુપ, સંસ્‍થાઓ દ્વારા પાણી, શરબત, દુધકોલ્‍ડ્‍ીંકસ,  કુલ્‍ફી, ફળાઆહાર, નાસ્‍તો, વિગેરેનુ઼ પણ વિતરણ કરવામાં આવે છે.

૮ વાગ્‍યે ધર્મસભા બાદ ૯ વાગ્‍યે મવડી ચોકડીથી ધર્મયાત્રા (શોભાયાત્રા) નું પ્રસ્‍થાન ૯.૩૦ રૈયા ચકોડી, ૯.૪૦ હનમાનમઢી ચોક, ૯.પપ કિશાનપરા ચોક, ૧૦.૧પ જિલ્લા પંચાયત (અકિલા) ચોક, ૧૦.રપ ફુલછાબ ચોક, ૧૧.૪૦ હરિહર ચોક, ૧૧ પંચ્‍નાથમંદિર રોડ, ૧૧.૧પ ત્રિકોણબાગ, ૧૧.૧પ ગેસ્‍ફોર્ડ ટોકીઝ ચોક, ૧.૩પ લોધાવાડ ચોક, ૧૧.પપ નાગરિકબેંક ચોક, ,૧૧.પપ ભકિતનગર સર્કલ ૧ર વાગ્‍યે સોરઠિયાવાડી ચોક, ૧ર.૧પ કેવડાવાડી રોડ ૧ર.૪૦ રામનાથપરા જેલ ચોક, ૧ર.પ૦ ચૂનારાવાડ, ૧.રપ સંતકબીર રોડ, ૧.૪૦, કે.ડી.કોમ્‍પ્‍લેક્ષ ચોક, ૧.પ૦, ગોવિંદબાગ શાકમાર્કેટ થઇ ૮ વાગ્‍યે બાલક હનુમાન મંદિર પેડક રોડ) ખાતે સમાપન થશે.

આ વર્ષે એક નવીનતમ આયોજન રૂપે ગત તા.૧૬ ના રોજ મવડી ચોકડી ખાતેથી શરૂ કરીને સમગ્ર શોભાયાત્રાના રૂટ ઉપર એક આમંત્રણ રેલીનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં અનેક બાઇક, ફોર-વ્‍હીલ વાહનો સાથે શહેરના સમગ્ર રથયાત્રાના રૂટ ઉપર આ રેલી ફરીવળી હતી. જેમાં સમગ્ર હિન્‍દુ સમાજને શોભાયાત્રામાં પધારવા માટેનું આમંત્રણ અને આહવાન કરવામાં આવ્‍યું હતું. વિ.હિ.પ.ના જન્‍માષ્‍ટમી શોભાયાત્રા ર૦રર ના ધર્મ-ધ્‍યક્ષ નરેન્‍દ્રબાપુ, માર્ગદર્શક મંડળના સર્વ શ્રી નરેન્‍દ્રભાઇ દવે, માવજીભાઇ ડોડીયા, હસુભાઇ ભગદેવ, શાંતુભાઇ રૂપારલીયા, હસુભાઇ ચંદારાણા, સમિતિના અધ્‍યક્ષ ધર્મેશભાઇ પટેલ, યાત્રા સંયોજક રાજદિપસિંહ જાડેજા, સહસંયોજક નિર્થરાજસિંહ ગોહીલ, મનીષભાઇ બેચા, મહામંત્રી નિતેશભાઇ કથીરીયા, સહમંત્રી રાહુલભાઇ જાની, સુશીલભાઇ પાંભર, કોષાધ્‍યક્ષ વિનુભાઇ ટીલાવત, કાયાલય મંત્રી નાનજીભાઇ શાખા તથા સહમંત્રી જગદીશભાઇ અગ્રાવત વિગેરેએ આહવાન કર્યુ છે. તેમ પારસભાઇ શેઠ જણાવેલ છ.ે

(4:18 pm IST)