Gujarati News

Gujarati News

News of Wednesday, 17th August 2022

ભાજપ દ્વારા વિધાનસભા વાઇઝ બી.એલ.એ.-૨ની કાર્યશાળા

રાજકોટ : ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદી સુધારણા કાર્યક્રમ ચાલી રહયો હોય, મતદાર યાદી સુધારણા સંદર્ભમાં પ્રદેશ ભાજપની યોજનાનુસાર ચૂંટણી પંચ દ્વારા મતદાન મથક ઉપર ખાસ ઝુંબેશ દરમિયાન, બૂથ લેવલ એજન્‍ટ (બીએલએ-ર) પોતાના વિસ્‍તારમાં બધા લોકોને માહિતગાર કરે અને મહતમ લોકો આ અભિયાનનો લાભ લે તેના માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા તમામ મહાનગરો અને નગરોમાં બીએલએ-રની કાર્યશાળાનું આયોજન કરવામાં આવેલ.તે અંતર્ગત શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીના માર્ગદર્શન હેઠળ શહેર ભાજપ  દ્વારા મતદાર યાદી સુધારણા કાર્યક્રમની તૈયારીના ભાગરૂપે વિધાનસભા વાઈઝ બીએલએ-ર ની કાર્યશાળા યોજાઈ હતી. વિધાનસભા-૬૮માં બીએલએ-ર ની કાર્યશાળામાં રાજયના મંત્રી અરવીંદભાઈ રૈયાણીએ માર્ગદર્શન પુરૂ પાડેલ. જેમાં  અશોક લુણાગરીયા,દિપક પનારા, સી.ટી.પટેલ એ વ્‍યવસ્‍થા સંભાળેલ. તેમજ  વિધાનસભા-૬૯ની  કાર્યશાળામાં રાજયસભાના સાંસદ રામભાઈ મોકરીયાએ માર્ગદર્શન પુરૂ પાડેલ.જેમાં  પરેશ હુંબલ અને મનુભાઈ વઘાશીયાએ વ્‍યવસ્‍થા સંભાળેલ. તેમજ વિધાનસભા-૭૦-૭૧માં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત યોજાયેલ કાર્યશાળામાં ધારાસભ્‍ય ગોવિંદભાઈ પટેલ, લાખાભાઈ સાગઠીયા, મેયર ડો. પ્રદિપ ડવ, શહેર ભાજપ મહામંત્રી કીશોર રાઠોડ, નરેન્‍દ્રસિહ ઠાકુર,શહેર ભાજપ ઉપપ્રમુખ મહેશ રાઠોડ, મંત્રી માધવ દવે, વિનુભાઈ ઘવા, મતદાર યાદી સુધારણા કાર્યક્રમના રાજકોટ મહાનગરના સંયોજક અનિલભાઈ પારેખ, વિધાનસભા-૭૧ના ઈન્‍ચાર્જ રાજુભાઈ બોરીચા સહીતના અગ્રણીઓ ઉપસ્‍થિત રહયા હતા. આ કાર્યશાળામાં ડો. પ્રદિપ ડવએ માર્ગદર્શન પુરૂ પાડેલ. આ કાર્યશાળાનું સંચાલન જીજ્ઞેશ જોષીએ સંભાળેલ.તેમજ પંકજભાઈ ભાડેશીયા અને સમીર પરમાર એ વ્‍યવસ્‍થા સંભાળેલ. ઉપરોકત અગ્રણીઓ દ્વારા વિવિધ વિધાનસભાના બીએલએ-ર ને આગામી  તા.ર૧/૮/રર,  તા.ર૮/૮/રર, તા.૦૪/૦૯/રર અને તા.૧૧/૦૯/રરના રોજ યોજાનાર મતદાર યાદી સુધારણા ખાસ ઝુંબેશ દરમ્‍યાન પોતાના વિસ્‍તારના લોકોને માહિતગાર કરવા અંતર્ગત માર્ગદર્શન પુરૂ પાડેલ.

(4:28 pm IST)