Gujarati News

Gujarati News

News of Wednesday, 17th August 2022

MTV સંગ જન્માષ્ટમી પર્વ ઉજવો

ભાવતા ભોજનીયા પિરસાશે, મટકીફોડ કાર્યક્રમનું પણ આયોજનઃ પાર્સલ સુવિધા, કોટેજીસમા પરિવાર સાથે આનંદ માણો

રાજકોટઃ  નંદઘેર આનંદ ભયો જય કનૈયા લાલકી-અધર્મ પર ધર્મનો વિજય કરવા, સ્વયં ભગવાન શ્રી કૃષ્ણએ શ્રાવણ વદ આઠમની રાત્રીએ ધરતી ઉપર જન્મ લીધો એ જન્મને ''જન્માષ્ટમી'' ના ઉત્સવ- મહોત્સવ તરીકે સમગ્ર ભારતમાં ધામધુમથી-ઉત્સાહ પુર્વક ઉજવાઇ છે. તેમાં પણ રાજકોટ વાસીઓ માટે વર્ષનો સૌથી મોટો તહેવાર બની જાય છે. રાજકોટવાસીઓના ઉત્સાહ અને ઉમંગ-હર્ષોલ્લાસથી ભરી દેવા દરવર્ષેની જેમ જ મોટલ ધ વિલેજ પોતાના અવનવા આકર્ષણો ઉત્કૃષ્ટ ભોજનીયા- તંબોલા નાઇટ અને જન્માષ્ટમીની રાત્રીએ ૧૨ વાગ્યે એમટીવી ના ગોકુળીયા ગામમાં ''જન્મોત્સવ'' ને વધાવવા મટકી ફોડનું ભવ્ય આયોજન કરેલ છે. '' હાથી ઘોડા પાલખી જય કનૈયા લાલકી '' ના નાદ સાથે ઉત્સાહ-ઉમંગ-રંગેચંગે  સૌ મોટલ ધ વિલેજના નૈસર્ગીક-લીલાછમ વાતાવરણમાં જન્માષ્ટમી પર્વ ઉજવવામાં આવશે.

એમટીવીના આકર્ષણો જેવાકે, કઠપુતલી- રાજસ્થાની નૃત્ય ગઝલ સિંગર- ડિસ્કોથેક-કંુભાર-ઉંટસવારી-સેલ્ફીઝોન-ટેટુ આર્ટીસ્ટ-ગેઇમ ઝોન-ઇન્ડોરગેઇમ-આઉટડોર ગેઇમ-એડવેન્ચર સ્પોર્ટસ સાથે સાથે..ઉત્તમ-સ્વાદિષ્ટ-ભાવતા ભોજનીયા જેવાકે ઇન્ડીયન- કાઠીયાવાડી-ચાઇનીઝ-કોન્ટીનેટલ મેકસીકન -થાઇ -ઇટાલીયનો નો લાભ લેશો તો તહેવારનો આનંદ અવિસ્મરણીય બની જાશે. આકષ્ર્ાક પેકેજ સાથે બુફે  ડિનર પણ ઉપલબ્ધ રહેશે.તેમ યાદીમાં જણાવાયુ છે.

કોટેઝીસઃ ઘરથી દુર એક ઘર જેવા પર્સનલ સ્વીમીંગપુલ-ઝાકુઝા સાથેનો કોટેજીસ-એસી ડિલક્ષ રૃમ- બ્રેકફાસ્ટ-ડિનરના આકર્ષક ડિસ્કાઉન્ટેબલ ભાવ સાથે ઉપલબ્ધ છે. પરિવાર- મીત્રો સાથે રોકાઇ તહેવારોની મજા માણવા યાદીમાં જણાવાયુ છે. રાજકોટ શહેરમાં ડો. યાજ્ઞિક રોડ- સર્વેશ્વર ચોક ખાતે આવેલ એમટીવી પાર્સલ પોઇન્ટ ખાતે પરંપરાગત સ્વાદ સાથેના ભોજનીયાનો લાભ લઇ શકાશે. તહેવારમાં''તંબોલા નાઇટ''નું પણ આયોજન કરેલ છે. તેમાં ભાગ લઇ આકર્ષક ઇનામો જીતી શકાશે. આ અંગે વધુ વિગત માટે મો. ૯૭૧૨૭૮૩૩૩૩, ૯૭૨૭૨૩૩૨૯૭, ૭૯૮૪૭૭૪૩૩૬ ઉપર સંપર્ક કરવો

(4:43 pm IST)