Gujarati News

Gujarati News

News of Wednesday, 17th August 2022

કોરોના કાળના સમયનો રજુ કરતો ફલોટ પ્રદર્શીત

શકિત યુવા ગૃપ દ્વારા જન્‍માષ્‍ટમી મહોત્‍સવઃ રાસોત્‍સવ, મટકીફોડના કાર્યક્રમ


રાજકોટઃ અહિં સંતકબીર રોડ ઉપર શાળા નં ૧૩ની પાછળ શકિત સોસાયટી શેરી નં-૪ ખાતે શકિત યુવા ગૃપ દ્વારા ૧૦માં વર્ષે જન્‍માષ્‍ટમી મહોત્‍સવનું આયોજન  કરવામાં આવ્‍યું છે. આ વખતે કોરોના કાળનો સમય રજૂ કરતો ફલોટ લોકો માટે પ્રદર્શીત કરવામાં આવ્‍યો છે.
આ પ્રોજેકટ તા. ૧૮ થી સવારે ૭ વાગ્‍યાથી ૧૯મીના રાત્રીના ૧૨ વાગ્‍યા સુધી ખુલ્લો રાખવામાં આવશે. જેમાં સિવિલ હોસ્‍પિટલ અને તેમાં થઇ રહેલી મુશ્‍કેલીઓ, એમ્‍બ્‍યુલન્‍સની લાંબી લાઇનો, વિવિધ સંસ્‍થા, મંડળો દ્વારા સેવાકીય પ્રવૃતિઓ, રસીકરણ, કોરોના ટેસ્‍ટીંગના ફ્રી કેમ્‍પ, સ્‍મશાનમાં ડેડ બોડીની લાઇનો વિ. પ્રદર્શીત કરવામાં આવ્‍યુ છે.
ઉલ્લેખનિય છે કે શકિત યુવા ગ્રૃપ દ્વારા સુશોભનમાં અત્‍યાર સુધીમાં પાંચ વખત પ્રથમ સ્‍થાન મેળવ્‍યું છે.
૧૯ મી એ શુક્રવારે રાત્રે ૯ વાગ્‍યાથી ડીજે રાસોત્‍સવ, ૧૨ વાગે શ્રીકૃષ્‍ણ મહા આરતી બાદ ૧૨:૧૫ વાગે મટકીફોડનો કાર્યક્રમ રાખેલ છે.
આયોજનને સફળ બનાવવા શકિત યુવા ગ્રૃપના પ્રમુખ અલ્‍પેશ મોરાણીયા (મો.૯૫૭૪૩૩૧૧૧૩), ઉપપ્રમુખ હિતેષ ગોદડકા, ધવલ કાપડીયા, વિવેક કાપડીયા, કલ્‍પેશ મુરાશીયા, નૈતિક ચારોલીયા, ભરત કાપડીયા, મોન્‍ટુ મોરાણીયા, ગૌરવ, ગોદડકા, કલ્‍પેશ કાપડીયા વિ. જહેમત ઉઠાવી રહ્યા છે. (તસ્‍વીરઃ સંદિપ બગથરીયા)

 

(4:53 pm IST)