Gujarati News

Gujarati News

News of Wednesday, 17th August 2022

અકિલા પરિવારના મોભી અને જ્ઞાતિશ્રેષ્‍ઠી કિરીટભાઇ ગણાત્રાના વરદ્‌્‌ હસ્‍તે લોકાર્પણ

અદ્યતન સુવિધાઓ સાથે સામાજીક દાયિત્‍વ પ્રદાન કરવા રાજકોટ લોહાણા મહાજન વાડીનું નવિનીકરણ

તમામ ફલોરનું લાઇટીંગ પણ બદલાવીને પ્રોફેશનલ ટચ અને ચોખ્‍ખાઇ સાથે આખી મહાજન વાડીને ઝગમગતી કરી દેવામાં આવી : લોહાણા મહાજનના પ્રાચીન સિધ્‍ધાંતોના મૂળભૂત તત્‍વોને યથાવત રાખી અર્વાચીન સમય અનુસાર સુધારા થવા અનિવાર્ય - કિરીટભાઇ ગણાત્રા : સમય સાથે તાલ મિલાવવામાં તકલીફ ન પડે અને જ્ઞાતિ ઉત્‍કર્ષના વિવિધ કાર્યોનો સમાજને લાભ મળતો રહે તે માટે રાજકોટ લોહાણા મહાજન સતત સક્રિય છે : રાજુભાઇ પોબારૂ : રાજકોટ લોહાણા મહાજનની હાલની શ્રેષ્‍ઠ ટીમ સમાજના વ્‍યાજબી અને વ્‍યવહારિક પ્રશ્નો સંદર્ભે કદી પણ પાછીપાની નહીં કરે : ડો. નિશાંતભાઇ ચોટાઇ

રાજકોટ લોહાણા મહાજન કેસરીયા વાડી, કાલાવડ રોડ ખાતેનો નાવિન્‍યકરણ પામેલ એ.સી. હોલ, છ એ.સી. રૂમ તથા એડમીન ઓફીસનું અકિલાના મોભી અને  જ્ઞાતિ શ્રેષ્‍ઠી શ્રી કિરીટભાઇ ગણાત્રાના વરદ્‌ હસ્‍તે રીબીન કટ કરીને અને દીપ પ્રાગટય કરીને લોકાર્પણ કરવામાં આવ્‍યું તે પ્રસંગની તસ્‍વીર. સાથે રાજકોટ લોહાણા મહાજનના પ્રમુખશ્રી રાજુભાઇ પોબારૂ અને કારોબારી પ્રમુખ ડો. નિશાંતભાઇ ચોટાઇ જોડાયા હતા અને શ્રી કિરીટભાઇ ગણાત્રાના આશીર્વાદ મેળવ્‍યા હતાં. મહાજનના બંધારણીય સલાહકાર અને કાયદેઆઝમ ડો. પરષોતમભાઇ પીપરીયાનું સ્‍વાગત કરતા લોહાણા મહાજનના ટ્રસ્‍ટીઓ શ્રી જીતુભાઇ ચંદારાણા, કિશોરભાઇ કોટક અને દિનેશભાઇ બાવરીયા નજરે પડે છે. નાવિન્‍યકરણ સાથેની અદ્યતન એડમીન ઓફીસમાં રીનોવેશન અંગે શ્રી કિરીટભાઇ ગણાત્રાને વિસ્‍તૃત માહિતી આપતા રાજૂભાઇ પોબારૂ તથા અન્‍ય ટ્રસ્‍ટીઓ દૃશ્‍યમાન થાય છે. રીનોવેટ થયેલ થ્રી સ્‍ટાર હોટલ સમકક્ષ વિશાળ એ.સી. રૂમ, એ. સી. હોલ ઉપરાંત હાજર રહેલ જ્ઞાતિશ્રેષ્‍ઠીઓ નજરે પડે છે. ઉપરાંત માસ્‍ટર ઓફ સેરેમની તરીકે કાર્યક્રમનું સફળતાપૂર્વક સંચાલન કરનાર લોહાણા મહાજનના ટ્રસ્‍ટી ડો. પરાગભાઇ દેવાણી તથા કાર્યક્રમના અંતમાં આભારવિધી કરતા મહાજન મંત્રી શ્રીમતી રીટાબેન કોટક તસ્‍વીરમાં દૃશ્‍યમાન થાય છે.
રાજકોટ તા. ૧૦ :.. વિશ્વનું સૌથી મોટું લોહાણા મહાજન અને અઢી લાખ જેટલા રઘુવંશીઓની માતૃસંસ્‍થા રાજકોટ લોહાણા મહાજન દ્વારા સંચાલિત કાલાવડ રોડ ખાતેની કેસરીયા લોહાણા મહાજન વાડીને કોર્પોરેટ ગવર્નન્‍સના ખ્‍યાલ હેઠળ અદ્યતન બનાવીને પ્રોફેશનલ ટચ આપવામાં આવ્‍યો છે. જેનો લોકાર્પણ - સમાજ અર્પણ કાર્યક્રમ અકિલા પરિવારના મોભી અને જ્ઞાતિ શ્રેષ્‍ઠી શ્રી કિરીટભાઇ ગણાત્રાના વરદ્‌્‌ હસ્‍તે યોજવામાં આવ્‍યો હતો.
કેસરીયા વાડી કાલાવડ રોડ, રાજકોટ ખાતેની એડમીન ઓફીસ અને પાર્કીંગ સહિત વાડીના ત્રણેય માળને નાવીન્‍યકરણ સાથે રીનોવેટ કરી નાખવામાં આવ્‍યા છે. ત્રીજે માળે સમયને અનુરૂપ અને જરૂરીયાત મુજબ ૧પ૦ લોકોની કેપેસીટી ધરાવતો ચકચકાટ એ.સી. હોલ બનાવવામાં આવ્‍યો છે. સાથે સાથે અન્‍ય ૬ રૂમોને પણ એ.સી. બનાવી દેવામાં આવ્‍યા છે. થ્રી સ્‍ટાર હોટલ જેવા વિશાળ રૂમોમાં મોબાઇલને ચાર્જ કરવા માટે દરેક રૂમમાં પૂરતા ઇલેકટ્રીક પોઇન્‍ટની નીચે  બાજુમાં જ કાચના સેલ્‍ફ પણ મૂકી દેવામાં આવ્‍યા છે.
આખી લોહાણા મહાજન વાડીને ચોખ્‍ખાઇ અને બદલાયેલા લાઇટીંગ સાથે ઝગમગતી કરી દેવામાં આવી છે. ચોખ્‍ખાઇ અને વ્‍યવસ્‍થા કાયમ માટે જળવાઇ રહે તે માટે પણ રાજકોટ લોહાણા મહાજનના પ્રમુખ શ્રી રાજુભાઇ પોબારૂએ અપ ટુ ડેટ આયોજન ગોઠવી દીધું છે.
અકિલાના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રાએ નાવિન્‍યકરણ થયેલ રાજકોટ લોહાણા મહાજન વાડી (કેસરીયા વાડી) ના લોકાપર્ણ પ્રસંગે પ્રાસંગિક ચર્ચા દરમ્‍યાન જણાવેલ કે મહાજનના પ્રાચીન સિધ્‍ધાંતોના મૂળભૂત તત્‍વોને યથાવત રાખી અર્વાચીન સમય અનુસાર સુધારા થવા માત્ર આવશ્‍યક જ નથી પરંતુ અનિવાર્ય પણ છે. એટલું જ નહીં, લોહાણા મહાજનનો વહીવટ ‘ગુડ ગવનન્‍સ-કોર્પોરેટ ગર્વનાન્‍સ' ના ધોરણે અનુસાર થાય અને મહાજનની મિલ્‍કતોનું સમયાનુસાર નાવિન્‍યકરણો થાય તે પણ અનિવાર્ય છે, કે જેથી તે મિલ્‍કતોનો વધારે અર્થપૂર્ણ ઉપયોગ થઇ શકે. આ ખ્‍યાલ સાકાર  કરવાના હેતુસર લોહાણા મહાજન પ્રમુખ રાજુભાઇ પોબારૂ અને કારોબારી પ્રમુખ ડો. નિશાંતભાઇ ચોટાઇના નેતૃત્‍વમાં ટીમ લોહાણા મહાજન અથાગ પરીશ્રમ કરી રહી છે તે સરાહનીય છે.
રાજકોટ લોહાણા મહાજન પ્રમુખ શ્રી રાજુભાઇ પોબારૂએ પ્રાસંગિક પ્રવચનમાં જણાવેલ કે કોરોના કાળમાં મંદ પડેલ વિકાસની ગતિને પુનઃ વેગવંતી કરીને અંતિમ લક્ષ્યને  પહોંચી વળવા વિકાસની ગતિને બમણા જોરે વેગવંતી કરવામાં આવી રહી છે. ર૦રર ની સાલમાં ઉડીને આંખે વળગે તેવા ભગીરથ કાર્યો રાજકોટ લોહાણા મહાજને જ્ઞાતિશ્રેષ્‍ઠીશ્રી કિરીટભાઇ ગણાત્રાના માર્ગદર્શન હેઠળ સંપન્‍ન કરેલ છે, જેનો યશ સમગ્ર રાજકોટ લોહાણા મહાજન ટીમને જાય છે, અને અમોને સંપૂર્ણ વિશ્વાસ છે કે ભવિષ્‍યમાં પણ આ પ્રકારના રચનાત્‍મક કાર્યો અવિરતપણે થતા જ રહેશે.
વધુમાં રાજુભાઇ પોબારૂએ જણાવ્‍યું હતું કે, એક પછી એક રાજકોટ લોહાણા મહાજન હસ્‍તકની તમામ વાડીઓનું સમયને અનુરૂપ ચોખ્‍ખાઇ સાથે નવીનીકરણ થાય અને રાજકોટનો વિશાળ  લોહાણા સમાજ તેનો ઉત્‍સાહપૂર્વક લાભ લઇ શકે તેવું સૂચન અકિલા પરિવારના મોભી,  આદરણીયશ્રી કિરીટભાઇ ગણાત્રાનું હતું. જે સૂચનને ચરિતાર્થ કરતાં આજે રાજકોટ લોહાણા મહાજનની સમગ્ર ટીમ અનહદ્‌ આનંદ અનુભવે છે.
અંતમાં રાજૂભાઇ પોબારૂએ જણાવ્‍યું હતું કે રાજકોટના વિશાળ રઘુવંશી સમાજને સમય સાથે તાલ મિલાવવામાં તકલીફ ન પડે અને જ્ઞાતિ ઉત્‍કર્ષના સામાજીક, સેવાકીય, ધાર્મિક, સાંસ્‍કૃતિક, શૈક્ષણીક, તબીબી કાર્યોનો સમાજને અવિરત લાભ મળતો રહે તે માટે રાજકોટ લોહાણા મહાજન સતત સક્રિય છે.
રાજકોટ લોહાણા મહાજનના કારોબારી પ્રમુખ ડો. નિશાંતભાઇ ચોટાઇએ પોતાના સ્‍વાગત પ્રવચન દરમ્‍યાન જણાવ્‍યું હતું કે રાજકોટ લોહાણા મહાજનના પ્રેરણાષાોત  આદરણીયશ્રી કિરીટભાઇ ગણાત્રાએ રઘુવંશી સમાજને હાલના રાજકોટ લોહાણા મહાજનની શ્રેષ્‍ઠ ટીમ આપી છે. સમગ્ર ટીમ સમાજ-જ્ઞાતિજનોના વ્‍યાજબી અને વ્‍યવહારિક પ્રશ્‍નો સંદર્ભે કદી પણ પાછી પાની નહીં કરે.
તાજેતરનાં ભૂતકાળમાં જ રાજકોટ લોહાણા મહાજન દ્વારા ઐતિહાસિક, ભવ્‍ય, દિવ્‍ય, અલૌકીક ‘શ્રી રામકથા'નું નમૂનારૂપ પ્રેરણાદાયી આયોજન કરવામાં આવ્‍યુ જેની નોંધ વૈશ્વિક કક્ષાએ તમામ સમાજો દ્વારા  લેવામાં આવી રહી છે. ‘શ્રી રામકથા'નો સમગ્ર ખર્ચ રાજકોટ લોહાણા મહાજનના ટ્રસ્‍ટી મંડળે ઉપાડી લીધો તે પણ એક અવિસ્‍મરણિય અને ઐતિહાસિક બાબત છે. આને કારણે દાતાઓ તરફથી મળેલ રકમને જ્ઞાતિ-ઉત્‍કર્ષના અન્‍ય કાર્યોમાં ઉપયોગમાં લઇને વિશાળ રઘુવંશી સમાજને ઉપયોગી અને સહયોગી બની શકાશે તેવું પણ અંતમાં ડો.નિશાંતભાઇ ચોટાઇએ જણાવ્‍યુ હતું.
અત્રે એ ઉલ્લેખનીય છે કે ઐતિહાસિક ‘શ્રી રામકથા' દરમ્‍યાન રાજકોટ લોહાણા મહાજનના વિવિધ પ્રેરણાદાયી અને સમાજોપયોગી કાર્યોથી અભિભૂત થઇને એક લોહાણા પરિવારે પોતાનું મકાન પણ સમાજને ‘સેવાર્થે અર્પણ' કરી આપ્‍યુ છે.
નાવીન્‍યકરણ કરાયેલ મહાજન વાડીના લોકાર્પણની શરૂઆતમાં રાજુભાઇ પોબારૂ અને ડો.નિશાંતભાઇ ચોટાઇ દ્વારા અકિલા પરિવારના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રાનું ફુલહારથી સ્‍વાગત કરવામાં આવ્‍યુ હતું. મહાજન પ્રમુખ રાજુભાઇ પોબારૂ, કારોબારી પ્રમુખ ડો. નિશાંતભાઇ ચોટાઇ અને લોહાણા મહાજનના બંધારણીય સલાહકાર, આરસીસી. બેન્‍કના સીઇઓ અને કાયદેઆઝમ ડો.પરષોતમભાઇ પીપરીયાનું બુકેથી સ્‍વાગત અનુક્રમે મહાજન મંત્રી શ્રીમતિ રીટાબેન કોટક, ઓડીટરશ્રી ધવલભાઇ ખખ્‍ખર, કિશોરભાઇ કોટક, જીતુભાઇ ચંદારાણા, દિનેશભાઇ બાવરીયાએ કર્યુું હતું. પોતાની આગવી શૈલીમાં સમગ્ર કાર્યક્રમનું સફળતાપૂર્વક સંચાલન રાજકોટ લોહાણા મહાજનના ટ્રસ્‍ટી ડો.પરાગભાઇ દેવાણીએ કર્યું હતું. અંતમાં આભારવિધિ શ્રીમતી રીટાબેન કોટકે કરી હતી.
જ્ઞાતિ ઉત્‍કર્ષના તમામ કાર્યોને સફળતાપૂર્વક દીપાવવા માટે રાજકોટ લોહાણા મહાજનના પ્રમુખશ્રી રાજુભાઇ પોબારૂ, કારોબારી પ્રમુખ ડો.નિશાંતભાઇ ચોટાઇ, મહાજન ઉપપ્રમુખશ્રી યોગેશભાઇ પુજારા-પુજારા ટેલિકોમ, મંત્રીઓ રીટાબેન કોટક અને ડો.હિમાંશુભાઇ ઠક્કર, ઇન્‍ટરનલ ઓડીટર ધવલભાઇ ખખ્‍ખર, ટ્રસ્‍ટીઓ શ્‍યામલભાઇ સોનપાલ, ડો.પરાગભાઇ દેવાણી, જીતુભાઇ ચંદારાણા, કિશોરભાઇ કોટક, હિરેનભાઇ ખખ્‍ખર, મનિષભાઇ ખખ્‍ખર, તુષારભાઇ ગોકાણી, દિનેશભાઇ બાવરીયા, હરીશભાઇ લાખાણી, જતીનભાઇ કારીયા, રીટાબેન કુંડલીયા, જયશ્રીબેન સેજપાલ, રંજનબેન પોપટ, ડો.આશીષભાઇ ગણાત્રા, શૈલેષભાઇ પાબારી, ધવલભાઇ કારીયા, અલ્‍પાબેન બરછા, પ્રદિપભાઇ સચદે, યોગેશભાઇ જસાણી, વિધિબેન જટાણીયા, દિપકભાઇ પોપટ અને મહાજન સમિતિના તમામ સભ્‍યો-અગ્રણીઓ અવિરત ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.
નવિનીકરણ સાથે અદ્યતન બનાવવામાં આવેલ કેસરીયા લોહાણા મહાજન વાડી, કાલાવડ રોડ, રાજકોટ ખાતે વાડી વિભાગના ચીફ એડમીન ઓફીસર તરીકે શ્રી હિતેનભાઇ પારેખ (દક્ષિણી) (મો. નં. ૭૫૭૫૦ ૭૫૭પ૯)ની નિમણુંક કરવામાં આવી છે. સમય સવારે ૧૦ થી બપોરે ૧ અને બપોરે ૩ થી સાંજે ૭ સુધીનો રહેશે.

 

(4:55 pm IST)