Gujarati News

Gujarati News

News of Wednesday, 17th August 2022

૧૫૦ ફુટ રિંગરોડ પર મહાપૂજા ધામ ચોકમાં બીઓબીના એટીએમમાં ચોરીનો પ્રયાસ: એલાર્મ વાગતા ચોર ભાગ્યો: માલવીયા નગર પોલીસે ફરિયાદ નોંધી

રાજકોટ: દોઢસો ફુટ રિંગ રોડ પર મહા પૂજા ધામ ચોકમાં બાલાજી હોલ સામે રામેશ્વર કોમ્પલેક્ષમાં આવેલા બેન્ક ઓફ બરોડાના ATMને તોડવાનો, ચોરી કરવાનો પ્રયાસ થતા આ મામલે બેન્ક અધિકારી રાજુભાઈ ગોરધનભાઈ પરિખ( ઉ.વ.૫૯ ધંધો નોકરી રહે-વિદ્યુત નગર શેરી નં-ર "શ્યામ" રૈયા રોડ)એ અજાણ્યા શખ્સ વિરૂદ્ધ માલવીયા નગર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

 અજાણ્યા શખ્સે બેન્ક ઓફ બરોડાના ATMમાં ચોરી કરવાના ઇરાદે પ્રવેશ કરી ચાવી જેવી વસ્તુથી એ.ટી.એમ. મશીનનુ વોલ્ટ કવર ખોલી નાખ્યું હતું. જો કે અલાર્મ વાગતા તે ગભરાઈને ભાગી ગયો હતો. એ.એસ.આઈ. જી.વાય.પંડ્યાએ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

(7:08 pm IST)