Gujarati News

Gujarati News

News of Thursday, 17th September 2020

ગૌવ્રતી નરેન્દ્રભાઇને ગૌપ્રેમી વલ્લભભાઇની શુભેચ્છા

દેશના ગૌવ્રતી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીનો આજે જન્મ દિવસ હોય રાષ્ટ્રીય કામધેનુ આયોગના અધ્યક્ષ ડો. વલ્લભભાઇ કથીરીયાએ શુભેચ્છા પાઠવી હતી. ઉત્તર ગુજરાતના મહેસાણા જિલ્લાના નાનકડા એવા વડનગરમાં જન્મેલા નરેન્દ્રભાઇએ નાની ઉંમરથી સેવા મુલ્યોનો પ્રભાવ પાડવાનું શરૂ કરેલ. આ  પ્રણાલી પર આગળ વધી આજે પ્રધાનમંત્રી તરીકે દેશનું સુકાન સંભાળી શિક્ષણ, કૃષિ અને આરોગ્ય સેવા ક્ષેત્રે આમુલ પરિવર્તન કરેલ છે. ભારતવાસીઓ દુરંદેશી નેતાના રૂપમાં તેમનો આદર કરતા હોવાનું જણાવી ડો. કથીરિયાએ શુભેચ્છાઓ વરસાવી છે.

(2:43 pm IST)
  • અમિતભાઈ સ્વસ્થ: એઈમ્સમાંથી : રજા આપવામાં આવી : ગૃહ મંત્રી અમિતભાઈ શાહને નવી દિલ્હી ખાતે એઈમ્સ હોસ્પિટલમાંથી આજે રજા આપવામાં આવી છે. તેમને રૂટીન ચેક-અપ માટે 13 સપ્ટેમ્બરે એઇમ્સમાં ફરી દાખલ કરવામાં આવ્યા હતા. access_time 7:30 pm IST

  • રસ્તો ક્રોસ કરી રહેલા ઉત્તર પ્રદેશના ભાજપના ધારાસભ્ય દેવેન્દ્ર પ્રતાપ સિંહને વાહને અડફેટે લઇ લીધા : ચા પીવા ઉભા રહ્યા બાદ રસ્તો ઓળંગી રહ્યા હતા ત્યારે પુરપાટ ઝડપે જઈ રહેલા વાહને ટક્કર મારી દીધી : ગંભીર હાલતમાં લખનૌ હોસ્પિટલમાં દાખલ access_time 8:37 pm IST

  • જીપીએસસી ચેરમેન દિનેશભાઇ દાસા સંક્રમિત : હોમ આઇસોલેશનમાં access_time 2:37 pm IST