Gujarati News

Gujarati News

News of Thursday, 17th September 2020

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીને જન્મદિનની શુભેચ્છા પાઠવતા કોર્પોરેટર જયાબેન હરીભાઇ ડાંગર

રાજકોટ,તા. ૧૭: આજરોજ વિકાસશીલ ભારતના પ્રણેતા અને લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિતે શુભેચ્છા પાઠવતા વોર્ડ નં.૧૩ના કોર્પોરેટર અને હાઉસીંગ કમિટી ચેરમેન જયાબેન હરીભાઈ ડાંગર, પૂર્વ કોર્પોરેટર હરીભાઈ ડાંગર, શૈલેષભાઈ ડાંગરે જણાવેલ કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારતનો ઘણો વિકાસ થયો છે. અને એક વિકાસશીલ ભારત તરીકે ભારતનું વિશ્વના નકશામાં નામ થયેલ છે. તેઓભારતના વિકાસ અર્થે અનેકવિધ સુધારાઓ અને અનેકવિધ યોજનાઓ મૂકી છે. સામાન્ય માણસને ધ્યાને લઇ અનેકવિધ સરકારી લોકઉપયોગી યોજનાઓ અમલમાં મુકેલ છે. તેમના નેતૃત્વમાં ભારત એક મહાશકિત તરીકે વિશ્વના નકશામાં ઉપસી આવેલ છે.

વધુમાં શ્રી જયાબેને જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના જન્મદિનની ઉજવણી રૂપે પ્રદેશની યોજના મુખબ વિવિધ સેવાકીય કાર્યો થકી 'સેવા સપ્તાહ' ઉજવવા આયોજન કરાયું છે.

સર્જીકલ સ્ટ્રાઈક, એર સ્ટ્રાઈક, ડીજીટલ સ્ટ્રાઈક, વગેરે જેવા ક્રાંતિકારી પગલાઓ ભરી નરેન્દ્રભાઈ મોદીએ ભારતની મહાશાકિતનો દુશ્મન દેશ સહીત વિશ્વને પરચો આપ્યો છે.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાથેની મહાનગરપાલિકાના પૂર્વ કોર્પોરેટર હરીવાલા ડાંગરની ૨૨ વર્ષ જૂની એટલે કે વર્ષ ૧૯૯૫ની તસ્વીર તાજેતરમાં યુવા ભાજપ અગ્રણી શૈલેષભાઈ ડાંગરે દિલ્હીની મુલાકાત દરમિયાન વડાપ્રધાનને દેખાડી ત્યારે તેઓએ આનંદની લાગણી વ્યકત કરી તસ્વીરો પર હસ્તાક્ષર કર્યા હતા બાપલીયાનો ૨૨ વર્ષ પહેલાનો વટ આજે પણ ટહુકા કરી રહ્યો છે.

(3:27 pm IST)
  • બાબરી ધ્વંસના 48 આરોપીઓ પૈકી 16 ના મૃત્યુ થઇ ચુક્યા છે : બાકીના 32 માં લાલકૃષ્ણ અડવાણી ,મુરલી મનોહર જોશી ,ઉમા ભારતી ,સહિતનાઓનો સમાવેશ : 28 વર્ષ જેટલા લાંબા સમય સુધી ચાલેલી ટ્રાયલ દરમિયાન બાળાસાહેબ ઠાકરે ,અશોક સિંઘલ ,મહંત અવૈદ્યનાથ સહીત 16 આરોપીઓએ ચિર વિદાય લીધી : 30 સપ્ટેમ્બરના રોજ ચુકાદો access_time 12:28 pm IST

  • સરદાર સરોવર ડેમની સપાટી 138 મીટર : નર્મદા ડેમ અંગે અંગે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે કહ્યું- સરદાર સરોવર ડેમની સપાટી 138 મીટર થઈ:ડેમમાં હાલ પાણીની આવક ચાલુ: વડાપ્રધાન મોદીના જન્મ દિવસે નર્મદા ડેમ ભરાઈ જશે: ઉદ્યોગો, પશુઓ અને ખેતીને ફાયદો થશે: પાણીની આવકના કારણે પાવર હાઉસ ચાલુ છે. access_time 12:52 am IST

  • પેટ્રોલ ડીઝલના ભાવમાં આજે પણ ધટાડો : પેટ્રોલના ભાવમાં પ્રતિ લિટરે 15 પૈસા અને ડીઝલમાં 21 પૈસાનો ઘટાડો : ભાવ ઘટાડો સવારે છ વાગ્યાથી લાગુ. access_time 11:40 pm IST