Gujarati News

Gujarati News

News of Thursday, 17th September 2020

રાજકોટનું ગૌરવઃ છાયા મિશ્રાની બિહારમાં NIAના વિશેષ સરકારી વકીલ તરીકે નિમણૂંક

રાજકોટઃ કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા રાષ્ટ્રીય તપાસ એજન્સી (એનઆઈએ)ના વિશેષ સરકારી વકીલ તરીકે પટના હાઈકોર્ટના વરિષ્ઠ વકીલ શ્રીમતી છાયા મિશ્રાની નિમણૂંક કરવામાં આવી છે. તેઓનો રાજકોટ સાથે ખાસ નાતો છે. તેઓ રાજકોટની એમ.બી. મહિલા કોલેજમાંથી સ્નાતક થયેલા અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી તેઓ એલએલબી થયા છે.

બિહાર માટે એનઆઈએમાં ખાસ સરકારી વકીલ તરીકે નિયુકિત થઈ હોય તેવા તે પ્રથમ મહિલા વકીલ હશે.

કેન્દ્રીય ગૃહ મંત્રાલયે જાહેર કરેલી એક સૂચના અનુસાર શ્રીમતી છાયા મિશ્રા ખાસ નિયુકત કોર્ટ અને હાઇકોર્ટમાં એનઆઈએનું પ્રતિનિધિત્વ કરશે. તેઓ ૧૯૯૬ થી વકીલાત ક્ષેત્રે એકિટવ છે અને રેલવે મંત્રાલયમાં કેન્દ્ર સરકારના સલાહકાર અને વકીલ તરીકે હાલ કાર્યરત છે.

(3:28 pm IST)
  • જાણીતા શ્રમિક નેતા હસુભાઈ દવે અને તેમના લઘુબંધુ આરએસએસના નેતા નરેન્દ્રભાઈ દવે સહિતના પરિવારજનોને કોરોના : કેએસપીસીના પ્રમુખ મહાત્મા ગાંધી લેબર ઈન્સ્ટીટ્યુટના વાઈસ ચેરમેન અને દેશના જાણીતા શ્રમિક નેતા હસુભાઈ દવે અને તેમના લઘુબંધુ આરએસએસના પ્રાતસહઃ વ્યવસ્થા પ્રમુખ નરેન્દ્રભાઈ દવે સહિતના પરિવારને કોરોના પોઝીટીવ : ચિંતાની લાગણી access_time 11:19 am IST

  • દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે 70 વર્ષના થયા છે. દેશભરમાં ભારતીય જનતા પાર્ટી PM મોદીના જન્મદિવસને 'સેવા સપ્તાહ' તરીકે મનાવી રહી છે. આ સાથે જ દિગ્ગજ નેતાઓ દ્વારા PM મોદીને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદથી લઇને ગૃહમંત્રી અમિત શાહ, રક્ષા મંત્રી રાજનાથસિંહ, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને અન્ય મોટા નેતાઓએ પીએમ મોદીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી. access_time 9:17 am IST

  • ડ્રગ્સ રેકેટ મામલે સંસદમાં ચર્ચા બાદ આજે રાજ્યસભા જયા બચ્ચને કહ્યું કે, હું રવિ કિશનની વાત સાથે સહેમત, યુવાનોને ડ્રગ્સની લતથી બચાવવાની જરૂર: પરંતુ સમગ્ર બોલીવુડને દોષ આપવો ખોટો છે access_time 1:04 am IST