Gujarati News

Gujarati News

News of Thursday, 17th September 2020

જામનગરમાંથી એકસેસ ચોરીને રાજકોટમાં ફેરવતા રાજેશ અને દિવ્યેશ પકડાયા

ક્રાઇમ બ્રાંચના કોન્સ. નગીનભાઇ અને અમીતભાઇની બાતમી

રાજકોટ,તા. ૧૭: જામનગરમાંથી ટુ વ્હીલરની ચોરી કરી રાજકોટમાં ફેરવતા બે શખ્સોને ક્રાઇમ બ્રાંચે ઝડપી લીધા હતા. મળતી વિગત મુજબ ક્રાઇમ બ્રાંચના પીઆઇ વી.કે.ગઢવીના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ પી.એમ. ધાખડા, હેડ કોન્સ. અમીતભાઇ, વિરેન્દ્રભાઇ, નગીનભાઇ, કુલદીપસિંહ, સંજયભાઇ સહિત પેટ્રોલીંગમાં હતા. ત્યારે નગીનભાઇ ડાંગર અને અમીતભાઇ અગ્રવાતને મળેલી બાતમીના આધારે જામનગરના જોડીયા તાલુકાના હડીયાણા ગામના રાજેશ ઉર્ફે રાજુ બાબુભાઇ મકવાણા (ઉવ.૨૪) અને દીવ્યેશ ઉર્ફે દીવો પીઠાભાઇ મકવાણા (ઉવ.૨૨) ને ચોરાઉ એકસેસ સાથે પકડી લીધા હતા. પોલીસે બંનેની પુછપરછ કરતા જામનગરના રાહુલ ઉર્ફે મનોજ ચૌહાણ અને પારસ ઠાકોરના નામ ખુલતા બંનેની શોધખોળ હાથ ધરી છે.

(3:56 pm IST)
  • જાણીતા શ્રમિક નેતા હસુભાઈ દવે અને તેમના લઘુબંધુ આરએસએસના નેતા નરેન્દ્રભાઈ દવે સહિતના પરિવારજનોને કોરોના : કેએસપીસીના પ્રમુખ મહાત્મા ગાંધી લેબર ઈન્સ્ટીટ્યુટના વાઈસ ચેરમેન અને દેશના જાણીતા શ્રમિક નેતા હસુભાઈ દવે અને તેમના લઘુબંધુ આરએસએસના પ્રાતસહઃ વ્યવસ્થા પ્રમુખ નરેન્દ્રભાઈ દવે સહિતના પરિવારને કોરોના પોઝીટીવ : ચિંતાની લાગણી access_time 11:19 am IST

  • કોરોના વાઇરસથી સંક્રમિત બીજેપી સાંસદ અશોક ગાસતિનું નિધન : હજુ બે મહિના પહેલા રાજ્યસભાના સાંસદ તરીકે શપથ લીધા હતા : ગઈકાલ બુધવારે તિરુપત્તીના લોકસભાના સાંસદ બલ્લી દુર્ગાપ્રસાદ રાવનું કોરોના વાઇરસને કારણે અવસાનથયું : આજ ગુરુવારે બીજા સાંસદનો કોરોના વાયરસે ભોગ લીધો : 2 દિવસમાં 2 સાંસદની ચિર વિદાય access_time 6:23 pm IST

  • રસ્તો ક્રોસ કરી રહેલા ઉત્તર પ્રદેશના ભાજપના ધારાસભ્ય દેવેન્દ્ર પ્રતાપ સિંહને વાહને અડફેટે લઇ લીધા : ચા પીવા ઉભા રહ્યા બાદ રસ્તો ઓળંગી રહ્યા હતા ત્યારે પુરપાટ ઝડપે જઈ રહેલા વાહને ટક્કર મારી દીધી : ગંભીર હાલતમાં લખનૌ હોસ્પિટલમાં દાખલ access_time 8:37 pm IST