Gujarati News

Gujarati News

News of Thursday, 17th September 2020

ભાજપ લઘુમતિ મોરચા દ્વારા દર્દીને ફ્રુટ વિતરણ

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના જન્મદિવસ અંતર્ગત શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીના માર્ગદર્શન હેઠળ તમામ વોર્ડમાં 'સેવા સાપ્તાહ' ની ઉજવણી કરવામાં આવી રહી છે, તે અંતર્ગત ભાજપ લઘુમતી  મોરચાના પ્રભારી આસીફભાઇ સલોત, પ્રમુખ હારૂનભાઇ શાહમદાર, મહામંત્રી યાકુબભાઇ પઠાણ, વાહીદભાઇ સમાની આગેવાનીમાં ગુંદાવાડી સ્થિત પદ્મકુંવરબા હોસ્પિટલ હોસ્પિટલ ખાતે દર્દીઓને ફ્રુટ વિતરણ કરવામાં આવેલ. આ તકે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, પીડીયુ સીવીલ હોસ્પિટલના કાઉન્સીલર અને મહાનગરપાલિકા ભાજપ કાર્યાલય મંત્રી જયંતભાઇ ઠાકર, રજાકભાઇ જામનગરી, સોહીલભાઇ કાબરા, સાહનવાઝભાઇ મહેબુબભાઇ શાહમદાર, ઇબ્રાહીમભાઇ સોની, બુરહાન વૈદ્ય, માસુમ શાહમદાર, મહેબુબ અજમેરી, શ્રી રાજાણી સહિતના ઉપસ્થિત રહ્યા હતાં.

(4:02 pm IST)
  • કાલાવાડ પંથકમાં પોલીસને સાંકળતા જુુના વિડીયો સોશ્યલ મીડીયામાં વાયરલ થતા જામનગરથી ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા તપાસના આદેશો અપાયા છે. આ અંગે સતાવાર વિગતો મેળવાઇ રહી છે. access_time 3:39 pm IST

  • ધારાશાસ્ત્રીએ દસ લાખના : વળતરની માગણી કરી : મોટર એકલા ચલાવતી વેળાએ માસ્ક નહિ પહેરવા સબબ એક ધારાશાસ્ત્રીને પાંચસો રૂપિયાનો દંડ ફટકારવામાં આવતા તેમણે દિલ્હી હાઇકોર્ટમાં પડકાર ફેંકી દસ લાખ રૂપિયાના વળતરની માગણી કરી છે. access_time 7:32 pm IST

  • ઉમરપાડામાં ખતરનાક વરસાદ : બે કલાકમાં અનરાધાર ૧૧ ઇંચ : વલસાડ: ઉમરપાડામાં બે કલાકમાં ૧૧ ઈંચ વરસાદ ખાબક્યો access_time 7:29 pm IST