Gujarati News

Gujarati News

News of Friday, 17th September 2021

વિજયભાઇનું માદરેવતનમાં લાગણીસભર સ્વાગત

નેતાઓ-મહાનુભાવો-અધિકારીઓથી લઇ નાનામાં નાના કાર્યકરોની પ્રેરક ઉપસ્થિતિઃ તમામ દ્વારા દિલથી સ્વાગત

રાજકોટઃ રાજયના પૂર્વ મુખ્યમંત્રી અને રાજકોટના  લોકલાડીલા નેતા શ્રી વિજયભાઇ રૂપાણી ગઇ સાંજે રાજકોટ આવી રહયા હોય તેઓના આગમન પહેલા જ આગેવાનોથી માંડી નાનામાં નાના કાર્યકરો તેમના નિવાસ સ્થાને પહોંચી ગયા હતા. શ્રી રૂપાણીનું આગમન થતાની સાથે તેમનું ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું હતુ. ઉપરોકત તસ્વીરોમાં વિજયભાઇ અને અંજલીબેનનું સ્વાગત કરી રહેલા સર્વશ્રી પ્રદેશ અગ્રણી નિતિનભાઇ ભારદ્વાજ, શહેર પ્રમુખ કમલેશભાઇ મીરાણી, ગુજરાત મ્યુનીસીપલ ફાયનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઇ ભંડેરી, પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ, જયોતિન્દ્રભાઇ મહેતા, કોર્પોરેટર નેહલ શુકલ, રાજકોટ જીલ્લા પંચાયત પ્રમુખ ભુપતભાઇ બોદર, નરેન્દ્રસિંહ ઠાકુર, નિલેશભાઇ શાહ, સૌરાષ્ટ્ર-કચ્છ પ્રવકતા રાજુભાઇ ધ્રુવ, એડવોકેટ અનિલભાઇ સંઘવી, પ્રતાપભાઇ વોરા, સુજીત ઉદાણી, મીલન કોઠારી, ડો. અમીત હપાણી, પરેશભાઇ ગજેરા સહિતના આગેવાનો દ્વારા ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું હતુ. (તસ્વીરઃ અશોક બગથરીયા) 

(11:47 am IST)