Gujarati News

Gujarati News

News of Friday, 17th September 2021

તુટેલા રસ્તાનો પ્રશ્ન ઉઠાવવા કોંગ્રેસની તૈયારી

કાલે મનપાનું જનરલ બોર્ડ : પરિવર્તન કે પુનરાવર્તન ?

ભાજપના ૧૪ અને કોંગ્રેસના ૪ સહિત કુલ ૧૮ નગરસેવકોએ વેકિસનેશન, ફૂડના નમુનાની કામગીરી, કોરોનાની ૩જી લહેરમાં તંત્રનું આગોતરૂ આયોજન, બ્રિજની કામગીરી સહિતનાં કુલ ૪૦ પ્રશ્નો રજૂ કર્યા : વિપક્ષના તમામ સભ્યોના પ્રશ્ન છેલ્લા ક્રમે : પાંચ દરખાસ્તો અંગે નિર્ણય લેવાશે

રાજકોટ તા. ૧૭ : આવતીકાલે સવારે ૧૧ વાગ્યે મ.ન.પા.ના સ્વ. રમેશભાઇ છાયા સભાગૃહમાં જનરલ બોર્ડ મેયર પ્રદિપ ડવની અધ્યક્ષતામાં યોજાનાર છે. જેમાં ભાજપના ૧૪ અને કોંગ્રેસના ૪ મળી કુલ ૧૮ કોર્પોરેટરોએ  વેકિસનેશન, ફૂડના નમુનાની કામગીરી, કોરાોનાની ૩જી લહેરમાં તંત્રનું આગોતરૂ આયોજન, બ્રિજની કામગીરી સહિતનાં કુલ ૪૦ પ્રશ્નો રજૂ કરી અને આ પ્રશ્નોની ચર્ચા માંગી છે.

 દર બે મહિને મળતી સામાન્ય સભાનાં એક કલાકનાં સમયમાં  શાસકો અને વિપક્ષોની આક્ષ્ેાપબાજી અને તંુ તંુ મંૈ મં ૈમાં જ સમય પસાર થઇ જતો હોય છે. ગત જુલાઇમાં યોજાયેલ બોર્ડમાં એક કલાક લાયબ્રેરીનાં પ્રશ્ને ચર્ચા થવા પામી હતી. આ બોર્ડમાં બન્ને પક્ષનાં નગર સેવકો તંદુરસ્ત ચર્ચા કરી પ્રજાજનોનાં  પ્રશ્નોનુ નિરાકરણ કરશે કે માત્ર આક્ષેપબાજીમાં સમય જ પસાર કરશે? લોકોમાં ચર્ચાઇ રહયુ  છે.

જો કે કોંગ્રેસે વરસાદમાં તુટેલા રસ્તાનો પ્રશ્ન ઉઠાવવા પણ તૈયારી શરૂ કરી છે.

આ અંગે સત્ત્।ાવાર પ્રાપ્ત વિગતો મુજબ આગામી જનરલ બોર્ડમાં ભાજપ, કોંગ્રેસના મળી કુલ ૪૦ પ્રશ્નો પૂછયા છે. જેમાં ફૂડના નમૂના, રોશની, ફાયરબ્રિગેડ સહિતના વિભાગોના પ્રશ્નોનો ઢગલો કોર્પોરેટરોએ કર્યો છે.

જનરલ બોર્ડમાં પ્રશ્નોત્તરી ક્રમમાં સૌ પ્રથમ વોર્ડ નં. ૬ના કોર્પોરેટર પરેશ પીપળીયાનો ફૂડના નમૂના તથા વ્યવસાય વેરાનો પ્રશ્ન છે.

ત્યારબાદ બીજા ક્રમે જયાબેન ડાંગરના સ્નાનાગાર કેટલા, સભ્યો, ડ્રેનેજના ૨ પ્રશ્નો (૩) જયમીન ઠાકરે વેકિસન ડોઝ કેટલા અપાયા, ફાયર વિભાગના - બે પ્રશ્નો (૪) ચેતનભાઇ સુરેજાના ૨ પ્રશ્નો (૫) શ્રીમતિ કિર્તીબા રાણાના ૨ પ્રશ્નો (૬) સુરેશભાઇ એચ. વસોયાના ૨ પ્રશ્નો (૭) ડો. નેહલભાઇ શુકલના ૨ પ્રશ્નો (૮) રૂચીતાબેન જોષીના ૨ પ્રશ્નો (૯) અશ્વિનભાઇ પાંભરના ૨ પ્રશ્નો (૧૦) નયનાબેન પેઢડીયાના ૨ પ્રશ્નો (૧૧) નરેન્દ્રસિંહ પી. જાડેજાના ૨ પ્રશ્નો (૧૨) ભાનુબેન બાબરીયાના ૨ પ્રશ્નો (૧૩) દિલીપભાઇ લુણાગરીયાના ૨ પ્રશ્નો (૧૪) કેતનભાઇ પટેલના ૨ પ્રશ્નો (૧૫) ભાનુબેન સોરાણીના ૩ પ્રશ્નો (૧૬) વશરામભાઇ સાગઠીયાના ૩ પ્રશ્નો (૧૭) કોમલબેન ભારાઇના ૩ પ્રશ્નો તથા (૧૮) મકબુલભાઇ દાઉદાણીના ૩ પ્રશ્નો સહિત કુલ ૪૦ પ્રશ્નો પૂછેલ છે.

આમ, ભાજપના ૧૪ અને કોંગ્રેસના ૪ મળી કુલ ૧૮ કોર્પોરેટરોએ ૪૦ પ્રશ્નો જનરલ બોર્ડમાં મૂકયા છે.

પાંચ દરખાસ્તો અંગે નિર્ણય

આગામી ૧૮મીએ મળનાર જનરલ બોર્ડમાં રાજકોટ મહાનગરપાલિકાના સામાન્ય વહીવટ વિભાગ હેઠળના આયોજન સેલમાં રીસર્ચ એનાલીસ્ટ-૦૧ (એક) અને આંકડા મદદનીશ-૧ ની હંગામી ઉપસ્થિત કરેલ જગ્યાઓને કાયમી સ્ટાફ - એટઅપમાં સમાવેશ કરવા, બાંધકામ શાખામાં કાયમી સ્ટાફ સેટઅપમાં એડીશનલ સીટી એન્જીનિયર (વર્ગ-૧) નવી ૪ જગયાઓ ઉપસ્થિત કરવા, માર્કેટ શાખામાં એન્ક્રોયમેન્ટ ઓફિસર પુરૂષની-૦૧ હંગામી ઉપસ્થિત કરેલ જગ્યાને સ્ટાફ સેટઅપમાં સમાવેશ કરવા, જળકુંભી (ગાંડી વેલ) વનસ્પતિ દુર કરવા માટે Aquatlc Weed Harvester Cum Weed Removal મશીન ભાડેથી આપવા સહિતની પાંચ દરખાસ્તો અંગે નિર્ણય કરાશે.

(3:03 pm IST)