Gujarati News

Gujarati News

News of Friday, 17th September 2021

આકાશથી પાતાળ સુધી સફળતા પામવાના સાહસી એવા લાડીલા વડાપ્રધાનના જન્મદિવસને નવા સ્વરૂપે નિહાળીયે

ગુજરાતના વડનગર શહેરમાં પિતા દામોદરદાસ અને માતા હિરાબા ને ત્યા બાળક નરેન્દ્રનો જન્મ એટલે નરોમાં ઇન્દ્ર જેવો તેજસ્વી અને ગુજરાતનું ગૌરવ અમે દેશવાસીઓ આપને જન્મ દિવસના વચનોના ફુલથી વધાવીએ અને વડનગરનો વડલો વધુ ને વધુ વિકસતો રહે એવી શુભેચ્છા સહ જન્મદિવસ મુબારક.

આપશ્રી સામાન્ય નાગરીક થી વડાપ્રધાન સુધીની સફળ યાત્રા ભારતના દરેેક સંસ્થાઓ સાથે રચનાત્મક કાર્ય કરવા તત્પર રહેતા માતુપ્રેમ, પ્રકૃતિપ્રેમ અને દેશપ્રેમના પ્રખર ચાહક જેથી આપે અનેક વિષયો પર કાવ્યો અને લેખો લખી આપની ભાવનાને પુસ્તકો દ્વારા પ્રકાસીત કરી પ્રેરણાદાયી રહયા છો આપને પથદર્શક પુરૂષના સ્વરૂપે આપના જન્મદિવસે વધાવીએ.

યુવાનીમાં આપના કાર્યકાળમાં ગુજરાતમાં સફળ મુખ્યમંત્રી તરીકે પદ શોભાવ્યું છે. અને ગુજરાતનું ગૌરવ વધારી આપ ગૌરવશાળી નેતા સ્થાપીત થયા આપનો રાષ્ટ્રપ્રેમ અને ગુજરાતનો સર્વાગી વિકાસ માટે પ્રજાનો પૂર્ણ વિકાસ સાથે જીવન જીવવાની જરૂરીયાતોની પૂર્તી વિજળી પાણી કૃષિ વિકાસ શિક્ષણક્ષેત્રે પ્રયાસ પ્રજામાં શાંતિ મને સલામતી સ્થાયી વચન અને વિકાસ નો મંત્ર સાકાર કર્યો આપ ગુજરાતનું ગૌરવ મોદીજી કર્તવ્યનિષ્ઠ પુરૂષ માટે પ્રભુને પ્રાર્થના અને જન્મદિવસની શુભેચ્છા આપના દરેક પગલે પ્રભુ સફળતાના પુષ્પો પથરાવે.

હાલમાં છેલ્લા ઘણા વર્ષોથી આપ ભારત દેશના લાડીલા પ્રધાનપદને શોભાવી રહયા છો અને વિશ્વમાં આપ ગૌરવવંતુ સ્થાન પ્રાપ્ત કરેલ છે. ભારતના તાજમાં હિરાબાનો હિરો જળહળી રહયો છે.

દેશમાં સહુ આત્મનિર્ભર બની રહે વચનો અને દેશપ્રેમથી આપ લોકોના દિલ સુધી પહોંચવા સક્ષમ રહયા છો દેશના કાર્યમાં દરેક મુદાને આપ પ્રધાનતા આપો છો જેમ કે નારી શકિતનો સન્માન યુવા શકિતનો વિકાસ કૃષીક્ષેત્રે પ્રગતિ શિક્ષણ ક્ષેત્રે વિવિધતા બાળકો, વૃધ્ધો માટે યોજના, શહેરી વિકાસ, ગ્રામ્ય યોજના, સુર્યોદય યોજના સાથે સમુધ્ધી ઐતિહાસીક વિકાસ કરી આગળ વધવુ કોરોના કાળમાં સહુથી અગ્રેસર આપ  અનેક ક્ષેત્રમાં તન તોડ મહેનતથી મને આપની આધ્યાત્મિક શકિતથી છપ્પની છાતીની તાકાત સાર્થક કરી રહયા છે. આપના જન્મદિવસની આપની તાકાતને સલામ.

આપશ્રીની સફળ કાર્ય સિધ્ધી અને આકાશથી પાતાળ સુધી પહોંચવાના અદભૂત સાહસથી દેશને નવાપુત્રમાં પ્રવેેશ માટે લગન એટલે ભારતનો સુવર્ણયુગમાં પ્રવેશ, સ્વાલંબી સ્વનિર્ભરતા અને સ્વદેશી અપનાવો. સબકા સાથ સબકા વિકાસ સાથે સુવર્ણ યુગની શરૂઆતનો યશ આપણા નિષ્ઠાવાન વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીને આભારી છે. આવા યુગનિર્માતા પ્રેરણાદાયી મહાપુરૂષનો જન્મદિવસની આપના સાચા સ્વરૂપનેે વધાવીએ છીએ અનેક શુભેચ્છાઓ સાથે આપ દિઘાર્યુ બની રહે પ્રાર્થના સહ જય ભારત. 

મુદુલા એમ ઠકકર

ફોન નં.૦૨૮૧-૨૨૨૪૮૨૮, રાજકોટ

(3:08 pm IST)