Gujarati News

Gujarati News

News of Friday, 17th September 2021

કનકનગરમાં મંજૂરી વગર શેરીમાં ગણપતીજીનો પંડાલ રાખનાર સામે થોરાળા પોલીસે ગુન્હો નોંધ્યો

રામનાથપરા નદીમાં મુર્તિ વિસર્જન કરવા જતા એડીવીઝન પોલીસ પહોંચી ગઇઃ ચંદ્રેશભાઇ સામે કાર્યવાહી

રાજકોટ તા.૧૭ : શહેરમાં ગણેશોત્સવના તહેવાર નિમિતે કનકનગરમાં શેરીમાં મંજુરી વગર ગણપતીજીનો પંડલા રાખનાર સામે થોરાળા પોલીસે કાર્યવાહી કરી હતી.

મળતી વિગત મુજબ શહેરમાં કોરોના અંતર્ગત ગણેશોત્સવના તહેવાર અંગે પોલીસ કમિશ્નર શ્રી મનોજ અગ્રવાલે બહાર પાડેલ જારેનામાની અમલવારી કરાવવા માટે થોરાળા પોલીસ મથકના પી.આઇ.બી. એમ. કાતરીયાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. જી.એસ.ગઢવી તથા કોન્સ રાજદીપસિંહ ચૌહાણ સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે કનકનગરના બગીચા પાસે કનકનગર શેરી નં.૮માં એક મકાન બહાર ગણતીજીનું એક પંડાલ જોવા મળતા ત્યાં પહોંચી આયોજન બાબતે પુછતા પંડલની બાજુમાં રહેતા રાહુલ રમેશભાઇ બળેલીયા (ઉ.ર૯) એ આ આયોજન કર્યુ હોવાનું જણાવ્યું હતું પુછપરછ દરમ્યાન રાહુલે મંજુરી વગર જાહેરમાં પંડાલનું આયોજન કર્યુ હોવાનું જાણવા મળતા જાહેરનામાના ભંગ બદલની સામે કાર્યવાહી કરવામાં આવી હતી.

જયારે બીજા બનાવમાં ભવાનીનગર ખોડીયાર માતાના મંદિર પાસે રહેતા ચંદ્રેશભાઇ બાબુભાઇ કેશવાણી (ઉ.૪૭) એ પોતાના ઘરમાં ગણપતીજીની મૂર્તિની સ્થાપના કરીહ તી ગઇકાલે તે રામનાથ મંદિર પાસે નદીમાં મુર્તિ વિસર્જન કરવા માટે ઘરેથી નિકળતા એડીવીઝન પોલીસ મથકના એ.એસ.આઇ.ડી.બી.ખેર સહિતને તેને અટકાવી જાહેરનામા ભંગની કાર્યવાહી કરી હતી.

(3:18 pm IST)