Gujarati News

Gujarati News

News of Friday, 17th September 2021

યુનિવર્સિટી રોડ હાઉસીંગ બોર્ડના કવાર્ટરમાં ઘોડીપાસા રમતા ૧૧ ઝડપાયા

યુનિવર્સિટી પોલીસનો દરોડોઃ ફ્રુટના વેપારી સહિત ૧૧ની ધરપકડઃ રપ હજાર રોકડા કબ્જે

રાજકોટ તા. ૧૭: યુનિવર્સિટી રોડ ભગતસિંહ ગાર્ડન પાછળ ગુજરાત હાઉસીંગ બોર્ડના કવાર્ટરમાં યુનિવર્સિટી પોલીસે બાતમીના આધારે દરોડો પાડી ઘોડીપાસાનો જુગાર રમતા ૧૧ શખ્સોને પકડી લીધા હતા.

મળતી વિગત મુજબ યુનિવર્સિટી રોડ પર ભગવતસિંહ ગાર્ડન પાછળ ગુજરાત હાઉસીંગ બોર્ડના કવાર્ટરમાં કેટલાક શખ્સો જુગાર રમતા હોવાની યુનિવર્સિટી પોલીસ મથકના હેડ કોન્સ. હરપાલસિંહ જાડેજા અને કોન્સ. જેન્તીગીરીને બાતમી મળતા હાઉસીંગ બોર્ડના કવાર્ટર બ્લોક નં. ૪૯ કવાર્ટર નં. ર૧૭માં દરોડો પાડી ઘોડીપાસાનો જુગાર રમતા ફ્રુટના વેપારી પંકજ ઉકાભાઇ રાજાઇ (રહે. યશોદા એપાર્ટમેન્ટ ફલેટ નં. ૩૦૩ જયોતીનગર ચોક કાલાવડ રોડ) તથા હાઉસીંગ બોર્ડના કવાર્ટર બ્લોક નં. ૪૯ના ઇમરાન યુસુબભાઇ કાપડીયા, જામનગર રોડ તીર્થ એપાર્ટમેન્ટ ફલેટ નં. બી-૭૦રના અજય રમેશભાઇ માણેક, સાુધવાસવાણી રોડ એકલવ્ય નગર મફતીયાપરાના કૈલાસ ગંગારામભાઇ નારવાણી, હાઉસીંગ બોર્ડ કવાર્ટર બ્લોક નં. ૪૯ના દિપુ સુંદરદાસભાઇ લાખાણી, કવાર્ટરમાં બ્લોક નં. ર૬ કવાર્ટર નં. પરરના નીતીન મનહરલાલભાઇ દેવનાણી, દેવપરા મહેશ્વરી સોસાયટી શેરી નં. ૧ના કરીમ મુસાભાઇ ડેરીયા, મોરબી રોડ રાજલક્ષ્મી સોસાયટીના ગોપાલ હિંમતભાઇ વાઘવા, ન્યુ સાગર સોસાયટી શેરી નં. ર ના મોહસીન અબ્દુલભાઇ ડાયાડર, રેલનગર શિવપાર્ક શેરી નં. ૭ના અશોક મનુભાઇ મેલવાણી તથા હાઉસીંગ બોર્ડ કવાર્ટરના અસ્લમ અબુભાઇ સેન્તાને પકડી લઇ રૂ. રપ,૭૦૦ની રોકડ સહિતની મતા કબજે કરી હતી. પકડાયેલ ફ્રુટનો વેપારી પંકજ રાજાઇ કવાર્ટરનો વખાર તરીકે ઉપયોગ કરતો હતો. આ કામગીરી પી.આઇ. એ. એસ. ચાવડાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. એ. બી. જાડેજા, હેડ કોન્સ. રાજેશભાઇ, હરપાલસિંહ, યુવરાજસિંહ, જેન્તીગીરી, સહદેવસિંહ, રાવતભાઇ તથા બ્રીજરાજસિંહ દ્વારા કરવામાં આવી હતી. 

(3:19 pm IST)