Gujarati News

Gujarati News

News of Friday, 17th September 2021

ત્રિકોણબાગ કા રાજાઃ સાંજે એક કલાકની અખાડાની મહાઓમકાર આરતી

પૂ.ત્યાગવલ્લભ સ્વામી તેમજ વિશ્વ હિન્દુ પરિષદના આગેવાનોએ સમૂહ આરતીમાં સામેલ થઈને ગણેશ વંદના કરી : આજે રાત્રે નિલેશ વસાવડા, અખીલ પટેલ અને સાથી કલાકારો પ્રસ્તુત બાલકૃષ્ણલીલાનો કાર્યક્રમઃ કાલ શનિવારે સાંજે સત્યનારાયણ ભગવાનની કથા, રાત્રે આશિષ કોટક અને કાજલ કથરેચા પ્રસ્તુત ગુજરાતની ગુલદસ્તો

રાજકોટઃ ૨૨માં ગણપતિ મહોત્સવના અંતિમ ચરણોમાં આજે શુક્રવારે સાંજે ૮:૩૦ વાગ્યે ત્રિકોણબાગ કા રાજાના પંડાલમાં એક અખાડાની ઓમકાર આરતી થશે અને રાત્રે ૯:૩૦ વાગ્યે નિલેશભાઈ વસાવડા, અખિલ પટેલ અને સાથી કલાકારો બાલકૃષ્ણ લીલાનો ભાવુક કાર્યક્રમ રજુ કરશે.

''ત્રિકોલ બાગ કા રાજા ગણપતિ મહોત્સવ''ના અંતિમ ચરણોમાં કાલ શનિવારે સાંજે ૫:૩૦ વાગ્યે સત્યનારાયણ ભગવાનની સંગીતમય કથા શાસ્ત્રી સંજયભાઈ જોશી રજુ કરશે, ઉપસ્થિત તમામ ભાવિકોને કથા પ્રસાદ અને દર્શનનો લાભ મળશે અને રાત્રે ૮:૩૦ વાગ્યે આશિષ કોટક, કાજલ કથરેચા અને સાથી કલાકારો ગુજરાતની ગુલદસ્તા કાર્યક્રમ રજુ કરશે.

ગઈકાલે ત્રિકોણ બાગ કા રાજા સન્મુખ સાયં મહાઆરતીમાં શહેરના વિવિધ ક્ષેત્રના શ્રેષ્ઠિઓ આત્મીય શૈક્ષણિક સંસ્થાના પૂ.ત્યાગવલ્લભ સ્વામી, ચરણરજ સ્વામી, જીતેશ રાઠોડ, વિશ્વ હિન્દુ પરિષદના અધ્યક્ષ શાંતુભાઈ રૂપારેલીયા, હસુભાઈ ચંદારાણા, વિનોદભાઈ ટીલાવત, ભાજપ મહિલા અગ્રણી રમાબેન હેરભા, માધવીબેન ઉપાધ્યાય, પૂજા હોબી સેન્ટરના પુષ્પાબેન રાઠોડ, લાયન્સ કલબ, રાજકોટ જે.ડી. ભટ્ટ, સમીરભાઈ ખીરા, બીપીનભાઈ મહેતા, ડોલરભાઈ કોઠારી, મુકેશભાઈ પંચાસરા, દિનેશભાઈ ઠકરાર, અશ્વિનભાઈ પોપટ, ડો.પિનાકીન કોટક, ભરતભાઈ રાચ્છ, સેજલબેન રાચ્છ, રાકેશભાઈ પોપટ પરિવાર, પરેશભાઈ પોપટ, જયોતિબેન પોપટ, ભાજપ મહિલા શહેરમંત્રી નીનાબેન વજીર, જાગૃતિબેન ખીમાણી, મીનાબેન ઠકરાર, વિનુભાઈ પરમાર, એડવોકેટ પાયલબેન પટેલ, જયેશભાઈ ઠકકર, મમતાબેન ઠકકર, જે.પી. પાર્ટી પ્લોટના આશિષભાઈ કાચા, સોમીલભાઈ નંદાણી, શિતલબેન નંદાણી, નવસાદ ભામાણી દંપતી, આજતકના રાજેશભાઈ મહેતા, પૂર્ણિમાબેન ખંડેરી, બીનાબેન હડીયા, ભાજપ અગ્રણી ચિમનભાઈ સિંઘવ, વિક્રમસિંહ પરમાર, મંગેશભાઈ દેસાઈ, સમીરભાઈ શાહ, ચિંતનભાઈ પાંધી, પૂજાબેન પાંધી વગેરે વિવિધ ક્ષેત્રના આગેવાનો પરિવારજનોએ સાંય સમૂહ આરતીમાં હાજરી આપીને ગણેશ વંદના કરી હતી. જામકંડોરણાના મહેન્દ્રસિંહ જેઠવા, ગૌ સેવા સમિતિના પ્રમુખ ક્રિપાલસિંહ જાડેજા, ધોરાજી કરણી સેનાના સુરૂભા ચુડાસમા વગેરેએ ગણપતિ વંદના કરી હતી.

ત્રિકોણબાગ કા રાજા ગણપતિ મહોત્સવને સફળ બનાવવા જીમ્મી અડવાણીની આજ્ઞાંકિત ટીમના ચંદુભાઈ પાટડિયા, જયપાલસિંહ જાડેજા, નિલેશ ચૌહાણ, સંજય ટાંક, રાજન દેસાણી, કિશન સિધ્ધપુરા, બિપીન મકવાણા, પ્રકાશ  જંજુવાડીયા, ભરત મકવાણા, નાગજી બાંભવા, કાનાભાઈ સાનિયા, વિમલ નૈયા, વંદન ટાંક, ધવલ કાચા, ધવલ અડવાણી, હાર્દિક વિઠ્ઠલાણી, સન્ની કોટેચા, અભિષેક કણસાગરા, પાર્થ કોટક, હર્ષ રાણપરા, ભરત પરમાર, કરણ મકવાણા, યોગેન્દ્ર છનિયારા વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.

(3:52 pm IST)