Gujarati News

Gujarati News

News of Friday, 17th September 2021

ભાજપ કાર્યાલય -સિધ્ધી વિનાયક ધામ ખાતે સાંજે વિજયભાઇના હસ્તે મહાઆરતી

રાજકોટ : શહેર ભાજપ પ્રમુખ અને ગણપતિ મંગલ મહોત્સવ સમિતિના ઈન્ચાર્જ કમલેશ મિરાણી, મહામંત્રી જીતુ કોઠારી, કિશોર રાઠોડ, નરેન્દ્રસિંહ ઠાકુરની  સંયુકત અખબારી યાદીમાં જણાવાયું છે કે શહેર ભાજપ દ્વારા શહેર  ભાજપ કાર્યાલય– સિઘ્ધી વિનાયક ધામ ખાતે ગણપતિ મંગલ મહોત્સવ ભકિતસભર આયોજન કરવામાં આવેલ છે.  સાતમા દિવસે ગણપતિ મહારાજની આરતીનો લાભ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી,ગુજરાત મ્યુ. ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરી, મહામંત્રી જીતુ કોઠારી, કિશોર રાઠોડ, નરેન્દ્રસિહ ઠાકુર, શહેર ભાજપ મંત્રી દીવ્યરાજસિહ ગોહિલ, રાજકોટ જીલ્લાના પ્રભારી રક્ષાબેન બોળીયા, મહાનગરપાલિકાના દંડક સુરેન્દ્રસિહ વાળા, બોલબાલા ટ્રસ્ટના જયેશભાઈ ઉપાધ્યાય,  રાજુભાઈ મિરાણી અને તેમના ધર્મપત્ની તથા તેમના પુત્રએ  લીધો હતો. આ તકે વોર્ડ નં. ૧૩માંથી કેતન વાછાણી, ધીરૂભાઈ તળાવીયા, ભરત સવસેટા, સુરેન્દ્રસિંહ વાળા, દિલીપસિહ ગોહેલ, શૈલેષ ડાંગર,નિરવ રાયચુરા, વજુભાઈ લુણસીયા, નારણભાઈ બોળીયા, જય બોરીચા, સુખદેવસિંહ, કુલદીપ અંબાસણા, સંદીપ અંબાસણા, જીતુભાઈ સેલારા, ગોપાલ જરીયા, પૃથ્વીરાજસિહ જાડેજા, આશીષ મહેતા,રમેશભાઈ જોટાંગીયા  તેમજ વોર્ડ નં.૧૪ ના હસુભાઈ ચોવટીયા, હરીભાઈ રાતડીયા, નરેન્દ્ર કુબાવત, જયોત્સનાબેન હળવદીયા,  કિશોરભાઈ પરમાર, જયદીપ જલુ, રઘુભાઈ બોળીયા, મુકેશભાઈ મહેતા, શૈલેષ હાપલીયા, કેયુર મશરૂ, ભનુભાઈ પટેલ, મુકેશ ધોળકીયા, સમીર મહેતા, જયદીપ નકુમ, રૂપેશ ચાવડા, આશીષ ટાંક, મહેશ પરમાર, કલ્પેશભાઈ મૈયડ, કેતન પટેલ, વર્ષાબેન રાણપરા, નીલમબેન ભટૃ, શોભનાબેન ચૌહાણ, વૈશાલીબેન મહેતા, દિપાલીબેન વોરા   તેમજ શહેર ભાજપ કોષાઘ્યક્ષ અનિલભાઈ પારેખ , શહેર ભાજપ કાર્યાલય મંત્રી હરેશભાઈ જોષી  સહિતનાં ઉપસ્થિત રહી આરતીનો લાભ લીધો હતો. ત્યારે આજે વોર્ડનં. ૧પ તથા ૧૬ ના કાર્યકર્તાઓ જોડાશે.રાજયના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી આજે ભાજપ કાર્યાલય ખાતે રાત્રીના ૯ કલાકે ગણપતીદાદાની મહાઆરતીમાં ઉપસ્થિત રહેશે. કાર્યકર્તાઓમાં વિજયભાઈ રૂપાણીને આવકારવા થનગનાટ જોવા મળી રહયો છે.તમામ શ્રેેણીના કાર્યકર્તાઓને સિઘ્ધી વિનાયક ધામ– શહેર ભાજપ કાર્યાલય ખાતે આ મહાઆરતીમાં ઉપસ્થિત રહેવા ઠાકુરે જાહેર અનુરોધ કરાયો છે. 

(3:52 pm IST)