Gujarati News

Gujarati News

News of Friday, 17th September 2021

રાજકોટના કલાકારોએ નરેન્દ્રભાઈને અણમોલ ભેટ આપી

વિશેષ બર્થ ડે સોંગ મેયર પ્રદિપ ડવના હસ્તે લોન્ચ

રાજકોટ તા.૧૭: આજે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ૭૨ માં જન્મદિવસ નિમિત્તે રાજકોટનાં કલાકારો દ્વારા તૈયાર કરાયેલું એક બર્થડે સોંગ 'મોદીજીકા કયા કહના'મેયરશ્રી ડો.પ્રદીપભાઈ ડવના વરદહસ્તે લોન્ચ કરવામાં આવ્યું છે.

ફેસબુક રેડીઓ ચેનલ રાજકોટ લાઈવ રેડીઓ દ્વારા નિર્મિત આ ગીતના રચયિતા અને કંપોઝર દિનેશ બાલાસરા છે જ્યારે શૈલેષ પંડયાના સંગીત નિર્દેશનમાં ગીતને યુવા ગાયક હર્ષલ પંડ્યાએ કંઠ આપ્યો છે.

રાજકોટના જાણીતાં આર.ડી. ગ્રુપના પરેશ પોપટના સહયોગથી રાજકોટનાં ડાયનેસ્ટી રેર્કોડિંગ સ્ટુડિઓ ખાતે રેકોર્ડ થયેલ આ ગીતમાં દેવાંગ જાનીએ રિધમ એરેન્જર તરીકે,આસિફ શેખે ઓડીઓ એડિટર તરીકે તેમજ યોગેશ વ્યાસે વિડીઓ એડિટર તરીકે કામગીરી નિભાવી છે.

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને રાજકોટ શહેર તરફથી આ એક વિશેષ ભેટ આપવામાં આવી છે.ઉપરોકત ગીત મોદીજીકા કયા કહના યુટ્યૂબ ચેનલ દિનેશ બાલાસરા ઓફીસિયલ સર્ચ કરીને નિહાળી અને સાંભળી શકાય છે.

(4:01 pm IST)