Gujarati News

Gujarati News

News of Friday, 17th September 2021

મ.ન.પા. દ્વારા ''વન ડે ટુ વોર્ડ'' સફાઇ ઝુંબેશનો પ્રારંભ

રાજકોટ :  દેશના  પ્રધાનમંત્રી   નરેન્દ્રભાઈ મોદીએ દેશવાસીઓના હિતમાં અનેક યોજનાઓ મુકેલ છે. સમગ્ર દેશમાં દેશવાસીઓને સ્વચ્છતા પ્રત્યે જાગૃતતા આવે તે માટે સ્વચ્છ ભારત મિશ અભિયાન શરૂ કરેલ છે. આજ તા.૧૭ દેશના  પ્રધાનમંત્રી   નરેન્દ્રભાઈ મોદીના જન્મદિને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વન ડે ટુ વોર્ડ અંતર્ગત વોર્ડ નં.૦૧ અને ૦૨માં સફાઈ ઝુંબેશનો પ્રારંભ કરાયો. વોર્ડ નં.૦૧માં મેયર ડો.પ્રદિપ ડવ, શાસક પક્ષ નેતા વિનુભાઈ ઘવા, દંડક સુરેન્દ્રસિંહ વાળા, ડે.કમિશનર એ.આર. સિંઘ, વોર્ડ નં.૦૧ના કોર્પોરેટર ભાનુબેન બાબરીયા, દુર્ગાબા જાડેજા, ડો. અલ્પેશભાઈ મોરજરીયા, હિરેનભાઈ ખીમાણીયા, વોર્ડ નં.૦૧ના પ્રમુખ હિતેશભાઈ મારૂ, મહામંત્રી યુવરાજસિંહ જાડેજા, વોર્ડ નં.૦૨માં ડે.મેયર ડો.દર્શિતાબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ, સેનિટેશન કમિટી ચેરમેન અશ્વિનભાઈ પાંભર, વોર્ડ નં.૦૧ના કોર્પોરેટર મનીષભાઈ રાડીયા, જયમીનભાઇ ઠાકર, મીનાબા જાડેજા, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી નરેન્દ્રસિંહ ઠાકુર, શિક્ષણ સમિતિના ચેરમેન અતુલભાઈ પંડિત, વોર્ડ નં.૦૨ના પ્રભારી મનુભાઈ વઘાસીયા, પ્રમુખ રાજેન્દ્રસિંહ ગોહિલ, મહામંત્રી દશરથભાઈ વાળા, ભાવેશભાઈ ટોયટા, સ્થાનિક આગેવાનો તેમજ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના અધિકારીઓ તથા કર્મચારીઓ ઉપસ્થિત રહેલ. આ ઝુંબેશ અંતર્ગત ૪૬ ટન જેટલો કચરાનો નિકાલ કરવામાં આવ્યો. તેમજ મેલેરીયા વિભાગ દ્વારા ફોગીંગ, દવા છંટકાવ વિગેરે કામગીરી પણ સાથોસાથ શરૂ કરાયેલ.

(4:57 pm IST)