Gujarati News

Gujarati News

News of Friday, 17th September 2021

ફીલ્મી ઢબે પીછો કરી કોઠારીયા રીંગ રોડ આજી નદીના કાઠે દરગાહ પાસેથી દારૂનો જથ્થો ભરેલી આઇ-૨૦ કાર ભક્તિનગર પોલીસે પકડી

કોન્સ. ભાવેશભાઇ મકવાણા તથા પો.કોન્સ. રણજીતસિંહ જાડેજાની બાતમી: પીછો કાર કાદવમાં ખૂંચી જતા ચાલક રેઢી મૂકી છનનન

રાજકોટ: ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં સઘન પેટ્રોલીંગ કરી જુગાર તેમજ દારૂના કેસો શોધી કાર્યવાહી કરવા મળેલી સૂચના અંતર્ગત ભક્તિનગર પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે કોન્સ. ભાવેશભાઇ મકવાણા તથા કોન્સ. રણજીતસિંહ જાડેજાને કોઠારીયા રીંગ રોડ બોલબાલા રોડના છેડે એક આઇ-૨૦ કાર ઇગ્લીશ દારૂ ભરીને નીકળવાની છે તેવી બાતમી મળતા વોચ રાખવામાં આવતા બાતમી મુજબની કાર નીકળતા અટકાવવા પ્રયાસ કરતા ચાલકે કાર ભગાવી મૂકી હતી.

પોલીસની ટીમે ફિલ્મી ઢબે પીછો કરતાં કાર ચાલક કોઠારીયા રીંગ રોડ નદીના કાઠે દરગાહ વાળા રસ્તે ભાગ્યો હતો. એ દરમિયાન કાર કાદવમાં ખુચી જવાના કારણે ચાલક રેઢી મુકી નાશી ગયો હતો. કારમાંથી મેકડોવેલ્સ નં.૧ સુપીરીયર વ્હીસ્કી ઓરીજીનલની પેટી-૭ બોટલ નંગ-૮૪ કિ.રૂ. ૪૨,૦૦૦ મળતા તે તથા લાલ કલરની હુન્ડાઇ આઇ-૨૦ કાર કાર રજી નં-GJ-01-HX-6505 કિ.રૂ.૩,૦૦,૦૦૦ મળી કુલ કિ.રૂ. ૩,૪૨,૦૦૦નો મુદામાલ કબ્જે કરવામાં આવ્યો છે.

પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલ તથા જોઇન્ટ જેસીપીખુરશીદ એહમદ તથા ડીસીપી પ્રવિણકુમાર મિણા તથા એસીપી એચ.એલ.રાઠોડની સૂચના અને પીઆઇ જે.ડી.ઝાલાની રાહબરીમાં આ કામગીરીમાં પો.સબ.ઇન્સ. આર.જે.કામળીયા, હેડ.કોન્સ. રણજીતસિંહ પઢારીયા, મનરૂપગીરી ગોસ્વામી, કોન્સ. વાલજીભાઇ જાડા, ભાવેશભાઇ મકવાણા, રણજીતસિંહ જાડેજા, રાજેશભાઇ ગઢવી, હીતેન્દ્રસિંહ ઝાલા, મૈસુરભાઇ કુંભારવાડીયા, વિશાલભાઇ દવે અને અરવિંદભાઇ ફતેપરાએ કરી હતી.

(7:43 pm IST)