Gujarati News

Gujarati News

News of Wednesday, 18th January 2023

રાજકોટ જિલ્લામાં તા. ૧૮થી ૨૨ દરમિયાન સૂકાં, ઠંડા અને ચોખ્ખાં હવામાનની આગાહી

રાજકોટ:ઉત્તર સૌરાષ્ટ્ર ખેત આબોહવાકીય વિસ્તારના રાજકોટ જિલ્લામાં આગામી તા. ૧૮/૦૧/૨૦૨૩થી તા. ૨૨/૦૧/૨૦૨૩ દરમિયાન સૂકું, ઠંડુ અને ચોખ્ખું હવામાન રહેવાની શક્યતા છે. તેમજ તા. ૨૦ દરમિયાન અંશતઃ વાદળછાયું હવામાન રહેવાની સંભાવના છે. આ સમયગાળામાં મહતમ તાપમાન દિવસ દરમિયાન ૨૮થી ૩૧ ડીગ્રી સેન્શીયસ તેમજ લઘુતમ તાપમાન રાત્રી દરમિયાન ૧૧થી ૧૩ ડીગ્રી સેલ્સીયસ જેટલું રહેવાની સંભાવના છે. તેમજ મહત્તમ અને લઘુત્તમ ભેજનું પ્રમાણ અનુક્રમે ૨૭થી ૪૩ ટકા અને ૧૧થી ૨૧ ટકા રહેશે. પવનની દિશા ઈશાનની રહેવાની અને પવનની ઝડપ ૧૫થી ૧૬ કીમી/કલાક રહેવાની શક્યતા છે. તેમ ભારત સરકારના હવામાન ખાતા તરફથી મળેલ હવામાન માહિતી અનુસાર જુનાગઢ કૃષિ યુનિવર્સીટી, તરઘડીયાના ગ્રામીણ કૃષિ મૌસમ સેવા વિભાગ તરફથી યાદીમાં જણાવવામાં આવ્યું છે.

(11:20 pm IST)