Gujarati News

Gujarati News

News of Wednesday, 18th January 2023

શિયાળામાં ગરમ કપડાં તેમજ સ્વેટર, મફલર, ગરમ ટોપીનો ઉપયોગ કરવો: આગામી દિવસોમાં શિત લહેરથી બચવા રાજકોટ જિલ્લા આરોગ્ય તંત્રની અપીલ

મોટી ઉંમરના વૃધ્ધ, બીમાર વ્યક્તિઓ અને નાના બાળકોએ શક્ય હોય ત્યાં સુધી ઘરમાં જ રહેવું અને ઠંડીથી બચવા વિશેષ ધ્યાન આપવું

રાજકોટ :તાજેતરમાં શિયાળાની ઋતુમાં શિત લહેર આવવાની શક્યતાઓ છે. જેના કારણે હાઈપોથર્મિયા થઈ શકે છે. જે માનવીય જીવન માટે જોખમ ઉભું કરી શકે અથવા કાયરેક જીવલેણ પણ સાબિત થઈ શકે છે. આ બીમારથી બચવા માટે શિયાળામાં ગરમ કપડાં તેમજ સ્વેટર, મફલર, ગરમ ટોપીનો ઉપયોગ કરવો. તેમજ વધુ ઠંડી હોય ત્યારે મોટી ઉંમરના વૃધ્ધ, બીમાર વ્યક્તિઓ અને નાના બાળકોએ શક્ય હોય ત્યાં સુધી ઘરમાં જ રહેવું અને ઠંડીથી બચવા વિશેષ ધ્યાન આપવું. બિન જરૂરી મુસાફરી ટાળવી.

  ઘરના બારી બારણા બંધ રાખવા. જરૂરિયાત મુજબ આવશ્યક જીવન જરૂરી ચીજ-વસ્તુનો પુરવઠો સ્ટોર કરવો. પર્યાપ્ત પાણીનો સંગ્રહ કરવો અને સવારના સમયે ઠંડીથી બચવા માટે સૂર્યના તાપમાં બેસવું.  નિયમિત પણે ગરમ પ્રવાહી પીવો તથા વધુ કેલરી વાળો ખોરાકનો ખાવો. આ ઉપરાંત ત્વચા સૂકી ન પડે તે માટે તલનું તેલ, કોપરેલ, વૅસેલિન જેવા તૈલી પદાર્થનો ઉપયોગ કરવો અને સાદા સાબુને બદલે ગ્લિસરીનયુક્ત સાબુનો ઉપયોગ કરવો. શરીરમાં ધ્રુજારીને અવગણશો નહીં, લાંબા સમય સુધી ઠંડીના સંપર્કમાં રહેવાથી ત્વચા નિસ્તેજ, સખત અને સુન્ન થઈ શકે છે. આંગળીઓ, અંગૂઠા, નાક અને કાનના પડદા પર લાલ ફોલ્લા થઈ શકે છે.

 ઉપરોક્ત લક્ષણ જણાય તો તાત્કાલિક નજીકના સરકારી દવાખાને ખાનગી તબીબનો સંપર્ક કરી જરૂરી સારવાર મેળવવી. આથી જાહેર જનતાને ઠંડીથી બચવા ઉપરોક્ત પગલાં લેવા જિલ્લા આરોગ્ય તંત્રનો અનુરોધ છે તેમ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીની યાદીમાં જણાવાયું છે.

 

(9:55 am IST)