Gujarati News

Gujarati News

News of Wednesday, 18th January 2023

પુષ્‍કરધામ રોડ પર મનપાનો સપાટો : પતરા - છાપરાના દબાણો દુર

જે.કે. ચોકથી આકાશવાણી ચોક સુધી માર્જીન પાર્કિંગની જગ્‍યામાં ૨૬ સ્‍થળોએ દુકાનદારોએ કરેલા ગેરકાયદે દબાણો હટાવવાની કાર્યવાહી : ટાઉન પ્‍લાનીંગ, જગ્‍યા રોકાણ, રોશની શાખા અને ફૂડ શાખા સંયુકત રીતે પોલીસ બંદોબસ્‍ત સાથે ત્રાટકી

રાજકોટ તા. ૧૭ : શહેરના મુખ્‍યમાર્ગો ઉપર પાર્કિંગની સમસ્‍યા દુર કરવા દુકાનો તેમજ વ્‍યાપારી સંકુલોના માર્જીન - પાર્કિંગમાંથી છાપરાઓ - ઓટલા તથા કેબીનનાં દબાણો હટાવવાની ઝુંબશનો પ્રારંભ પુષ્‍કરધામ તથા યુનિવર્સિટી રોડ પરથી કરવામાં આવ્‍યો હતો. આજ સવારથી મનપાની ટાઉન પ્‍લાનીંગ શાખા, રોશની શાખા તેમજ ફુડ શાખા (ફુડ વિભાગ ખાણી-પીણીનું ચેકીંગ કરશે) સંયુકત રીતે ચુસ્‍ત પોલીસ બંદોબસ્‍ત હેઠળ શહેરનાં જે.કે.ચોકથી આકાશવાણી ચોક સુધીનાં છાપરા-ઓટલાનાં દબાણો દુર કરવા બુલડોઝર સાથે ત્રાટકી માર્જીન અને પાર્કિંગજી જગ્‍યા ખુલ્લી કરાવી હતી.

મહાનગરપાલિકા દ્વારા રાજકોટ શહેરને સ્‍માર્ટ સિટી અંતર્ગત સુંદર, રળિયામણું બનાવવા તથા ટ્રાફિક મૂવમેન્‍ટ સરળ થાય તથા રાહદારીઓને થતી મુશ્‍કેલીઓના નિવારણ માટે શહેરમાં આવેલ મુખ્‍ય ૪૮ માર્ગો પર ‘વન વીક , વન રોડ' ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આજે તા. ૧૭ના શહેરમાં ‘વન વીક, વન રોડ' ઝુંબેશ શરૂ કરવામાં આવેલ છે, જેમાં દર સપ્તાહે એક દિવસે એક ઝોનમાં એક વોર્ડમાં એક મુખ્‍ય રોડ પર વિવિધ શાખાઓ દ્વારા ઝુંબેશના સ્‍વરૂપે રોડને વ્‍યવસ્‍થિત રાખવા, ચોખ્‍ખો રાખવા માટે કામગીરી થશે, જેમાં આજે વેસ્‍ટ ઝોન વિસ્‍તારના રૈયા રોડ ખાતે જુદા જુદા પ્રકારની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં ફૂટપાથ અને રોડ સમારકામ, હંગામી દબાણ હટાવવું, રોડનું સ્‍ટ્રકચર અને રોડ સારો દેખાય તે પ્રકારે હાલ કામગીરી ચાલુ છે.

શહેરના જાહેરમાર્ગો પર વાહન પાર્કિંગની સમસ્‍યાને અંતર્ગત મ્‍યુનિ. કમિશનર અમિત અરોરા દ્વારા રજુ કરાયેલ એકશન પ્‍લાન અંતર્ગત મહાનગરપાલિકાની ટાઉન પ્‍લાનીંગના ઓફિસર એમ.ડી. સાગઠિયાના માર્ગદર્શન હેઠળ રોજ વન વીક વન રોડ અંતર્ગત શહેરના વેસ્‍ટ ઝોન વિસ્‍તારના પુષ્‍કરધામ મેઇન રોડ, યુનિવર્સિટી રોડ (જે.કે. ચોકથી આકાશવાણી ચોક સુધી) પરના એસ.એન.કે. ચોક પાસે, ભગતસિંહ ગાર્ડન સામે, અભિષેક કોમ્‍પ્‍લેક્ષ, રિધ્‍ધી સિધ્‍ધી કોમ્‍પલેક્ષ, જે.કે.ચોક, રિધ્‍ધી સિધ્‍ધી કોમ્‍પ્‍લેક્ષ, સ્‍વામિનારાયણ કોમ્‍પલેક્ષ, પુષ્‍કરધામ કોમ્‍પલેક્ષ, રાજ વાટિકા સામે સહિતના ૨૩ સ્‍થળોએ પાર્કિંગ તથા માર્જીનમાં થયેલ છાપરા, જાળીના દબાણો દુર કરી ૩૦૩ ચો.મી. જગ્‍યા ખુલ્લી કરવામાં આવી હતી.

વેરા શાખા દ્વારા ૨૮ મિલકત જપ્‍તી નોટીસ

વન વીક વન રોડ અંતર્ગત વોર્ડ નંબર ૧૦માં આકાશવાણી ચોક થી જે.કે. ચોક તેમજ પુષ્‍કરધામ મેઈન રોડ પર વેરા વસુલાત શાખા દ્વારા ટેક્‍સ રીકવરીની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ. શિવાલીક-૩ અને પ્રાઇડ સ્‍ક્‍વેર બિલ્‍ડીંગમાં સીલીંગની કાર્યવાહી કરતા રૂ. ૧૨.૯૦ લાખની રીકવરી કરવામાં આવેલ. આ ઉપરાંત,પ્રાઇડ સ્‍ક્‍વેર બિલ્‍ડિંગમાં કુલ ૧૧ યુનિટને જપ્તી નોટીસ આપવામાં આવેલ. પ્રદયુમન રોયલ હાઇટ્‍સ માં કુલ ૧૭ યુનિટને જપ્તી નોટીસ આપવામાં આવેલ. ટર્નિંગ પોઇન્‍ટ બિલ્‍ડીંગ,રાજધાની એપાર્ટમેન્‍ટ,શિવાલીક બિલ્‍ડીંગ,શાંતિ હાઇટ્‍સ વિગેરેમાં રીકવરીની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ. આમ,વન વીક વન રોડ અંતર્ગત રકમ રૂ. ૧૩ લાખની રીકવરી કરવામાં આવેલ તેમજ કુલ ૨૮ જપ્તી નોટીસ બજવણી કરવામાં આવેલ.

૯ કિલો અખાદ્ય ખોરાકનો નાશ

વન વીક વન રોડ ઝૂંબેશ અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા પુષ્‍કરધામ રોડ તથા ભગતસિંહ ગાર્ડન રોડ વિસ્‍તારમાં આવેલ ખાધ્‍ય ચીજોનું વેચાણ કરતાં કુલ ૨૨ ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં ચકાસણી દરમિયાન કુલ ૯ કિ.ગ્રા. વાસી / અખાધ્‍ય ખોરાકનો સ્‍થળ પર નાશ કરવામાં આવ્‍યો અને ૮ વેપારીને લાઇસન્‍સ મેળવવા તથા હાઇજિનિક કન્‍ડિશન જાળવવા બાબતે સૂચના આપવામાં આવેલ.

દબાણ હટાવ

રાજકોટ મહાનગરપાલિકાની વન વીક વન રોડ અંતર્ગત દબાણ હટાવ શાખા દ્વારા આજે શહેરમાં પુષ્‍કરધામ મેઈન રોડ પર દબાણ રૂપ એવા રેંકડી-કેબીન,અન્‍ય ચીજવસ્‍તુઓ,શાકભાજી-ફળો જપ્તી તેમજ પશુઓને આપવામાં આવતું લીલું,બોર્ડ-બેનરો વગેરે જપ્ત કરવાની કામગીરી કરવામાં આવેલ છે.

જેમ કે,રસ્‍તા પર નડતર ૦૧ રેંકડી-કેબીનો પુષ્‍કરધામ મેઈન રોડ પરથી પુષ્‍કરધામ મેઈન રોડ જપ્ત કરવામાં આવી હતી,જુદીજુદી ૦૨ અન્‍ય પરચુરણ ચીજ વસ્‍તુઓ પુષ્‍કરધામ મેઈન પરથી જપ્ત કરવામાં આવી હતી એન ૬૮ બોર્ડ બેનર પુષ્‍કરધામ મેઈન રોડ પરથી જપ્ત કરવામાં આવેલ. તથા વહિવટી ચાર્જ ૨૦૦૦ કરવામાં આવેલ.

કચરો - પ્‍લાસ્‍ટીક અંગે

સાડા પાંચ હજારનો દંડ

વન વીક વન રોડ અંતર્ગત પુષ્‍કરધામ રોડ (એસ.એન.કે. ચોક થી કાલાવડ રોડ) ઉપર વેસ્‍ટ ઝોન સોલીડ વેસ્‍ટ મેનેજમેન્‍ટ વિભાગ દ્રારા કાર્યવાહી કરવામાં આવેલ છે.જેમાં,પ્રતિબંધિત પ્‍લાસ્‍ટિક રાખવા / ગંદકી કરવા સબબ કુલ ૧૧ લોકો પાસેથી૪.૫ કિલો પ્રતિબધિત પ્‍લાસ્‍ટિક જપ્ત કરેલઅને રૂ. ૫,૫૦૦ની વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવેલ.

૧૦ બિલ્‍ડીંગોને ફાયરની નોટીસ

વન વીક વન રોડ અંતર્ગત ફાયર એન્‍ડ ઇમરજન્‍સી શાખા દ્વારા પુષ્‍કરધામ મેઈન રોડ (આકાશવાણી ચોક થી કાલાવડ રોડ) પર ૦૫ - હાઈરાઈઝ રહેણાંક બિલ્‍ડિંગ, ૦૫ - કોમર્શિયલ બિલ્‍ડિંગ, ૦૧ - સ્‍કુલ અને ૦૧ - કલાસીસ, આમ, કુલ ૧૨ બિલ્‍ડિંગમાં ફાયરᅠNOCᅠઅંગે ચકાસણી કરવામાં આવી કરી અને ૧૦ બિલ્‍ડિંગનેᅠNOCᅠરીન્‍યુઅલ કરવા અંગે નોટીસ આપવામાં આવી.

(3:28 pm IST)