Gujarati News

Gujarati News

News of Wednesday, 18th January 2023

રાજકોટ ઍરપોર્ટ પોલીસે ૩૭૦ પેટી દારૂ ભરેલો ટ્રક ઝડપી લીધો પીઆઇ એમ.એ.ઝનકાત અને ટીમની કામગીરી: અગાઉ પણ લાખોનો દારૂ પકડ્યો હતો

રાજકોટ : એરપોર્ટ પોલીસની ટીમ દ્વારા વધુ એક વખત લાખોનો દારૂ પકડી પાડવામાં આવ્યો છે.વિદેશી દારૂ ભરેલો આખો ટ્રક પકડી લેવામાં આવ્યો છે. જાણવા મળ્યા મુજબ બામણબોર પાસેથી દારૂ ભરેલો ટ્રક પકડવામાં આવ્યો છે. જેમાં અંદાજે ૩૭૦ પેટી જેટલો દારૂ છે. અગાઉ એસએમસીએ એક ટ્રક પકડ્યો તે સાથે જ એરપોર્ટ પોલીસે પણ લાખોના દારૂ સાથે રાજસ્થાની ડ્રાઈવરને પકડી લેવાયો હતો. પીઆઇ એમ.એ. ઝનકાત અને ટીમે આ કામગીરી કરી છે.

(7:58 pm IST)