Gujarati News

Gujarati News

News of Wednesday, 18th January 2023

શેમળાના પાટીયા નજીક બકાલુ વેંચવાની ના પાડી મામા-ભાણેજને છરી-પાઇપના ઘા ઝીંકાયા

રાજકોટ તા. ૧૮: ગોંડલ તાબેના શેમળા ગામના પાટીયા પાસે રહેતાં મામા-ભાણેજને શેમળા જીઆઇડીસી પાસે બકાલુ વેંચવા બાબતે ઝઘડો કરી છરી પાઇપથી હુમલો કરી ઘાયલ કરવામાં આવતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં.

શેમળા રહેતાં ઉમેશ મોહનભાઇ સોલંકી (ઉ.૩૫) અને તેનો ભાણેજ દિપક પરબતભાઇ વિકાણી (ઉ.૨૫) શેમળા પાટીયા નજીક જીઆઇડીસી પાસે બકાલુ વેંચતા હોઇ દેવીપૂજક શખ્‍સોએ તમારે અહિ બકાલુ વેંચવા આવવું જ નહિ તેમ કહી ઝઘડો કરી છરી, પાઇપથી હુમલો કરી ઇજા પહોંચાડતાં બંનેને રાજકોટ ખસેડાતાં હોસ્‍પિટલ ચોકીના પરષોત્તમભાઇએ ગોંડલ તાલુકા પોલીસને જાણ કરી હતી.

સુલતાનપુરમાં શિલ્‍પા દાઝી

ગોંડલના સુલતાનપુરમાં શિલ્‍પા વિનોદભાઇ મારૂ (ઉ.૨૨) ચુલા પર રસોઇ બનાવતી હતી ત્‍યારે ઝાળ લાગી જતાં દાઝી જતાં સારવાર માટે રાજકોટ સિવિલમાં ખસેડાતાં ચોકીના હેડકોન્‍સ. પરષોત્તમભાઇએ ગોંડલ તાલુકા પોલીસને જાણ કરી હતી.

(11:42 am IST)