Gujarati News

Gujarati News

News of Wednesday, 18th January 2023

ગોંડલના ચરખડીમાં કુવાના પાણી પ્રશ્ને યુવાનને કુંટુંબીઓએ માર માર્યો

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ,તા.૧૮ : ગોંડલ તાલુકાના ચરખડી ગામે રહેતા અને ખેતી કામ કરી ઘર ગુજરાત ચલાવતા બટુકભાઈ બાબુભાઈ કંડોળીયા ઉંમર વર્ષ ૩૨ ને વાડીએ કૂવામાંથી પાણી ભરવા બાબતે કૌટુંબિક મનુભાઈ ઉર્ફે જેરામભાઈ કંડોલિયા તેનો પુત્ર હાર્દિક, હરેશ અને તેમના પત્ની હંસાબેને  એક સંપ કરી ઢીકા પાટું નો માર મારી પાવડાના હાથા વડે હુમલો કરી આંગળીમાં ફ્રેકચર કરી ઈજા પહોંચાડતા પોલીસ ફરિયાદ નોંધાવા પામી હતી પોલીસે આઈપીસી કલમ ૩૨૫, ૩૨૩, ૨૯૪ ,૧૧૪ જીપીએફ કલમ ૧૩૫ મુજબ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી પોલીસ ફરિયાદમાં યુવાને જણાવ્યું હતું કે ઉપરોકત કુટુંબી ભાઈઓ સાથે વાડીએ પાણી પાવા માટે એક જ કૂવો છે અને વારાફરતી કૂવામાંથી પાણી લેવા નક્કી કરવામાં આવ્યું હોવા છતાં પણ કૌટુંબિક ભાઈઓએ ઝઘડો કરી માર માર્યો હતો.

(2:00 pm IST)