Gujarati News

Gujarati News

News of Wednesday, 18th January 2023

મનપાનું ડિમોલીશન : ૨ ઓરડી - ૪૦ ઝુપડા તોડી ૧૨૯ કરોડની કિંમતી જમીન ખુલ્લી

વોર્ડ નં. ૧ તથા ૧૧ના ૧૭૪૩૩.૦૦ ચો.મી.ના અનામત પ્‍લોટોમાંથી ગેરકાયદે દબાણ હટાવાયુ : શીતલ પાર્ક તથા રામ પાર્ક વિસ્‍તારમાં વાણીજ્‍ય અને રહેણાંક હેતુની જમીનમાં ખડકાયેલ બાંધકામોનો કડુસલો : વેસ્‍ટ ઝોન ટી.પી. શાખાની કાર્યવાહી

રાજકોટ તા. ૧૮ : શહેરના વિવિધ વિસ્‍તારોમાં મનપાના અનામત પ્‍લોટમાં ગેરકાયદેસર દબાણ ખડકી દેવાતા તંત્રએ લાલ આંખ કરી ડીમોલેશન હાથ ધરેલ. જેમાં શીતલ પાર્ક ચોક તથા રામ પાર્ક વિસ્‍તારમાંથી ઓરડી તથા ઝુપડાઓ ઉપર બુલડોઝર ફેરવી રૂા. ૧૨૯ કરોડની ૧૭૪૩૩.૦૦ ચો.મી. કિંમતી જગ્‍યા ખુલ્લી કરવામાં આવી હતી.

મનપાની સત્તાવાર યાદીમાં જણાવ્‍યા મુજબ ટાઉન પ્‍લાનીંગ શાખા દ્વારા વેસ્‍ટ ઝોન કચેરી હેઠળના વિસ્‍તારમાં કમિશ્નર અમીત અરોરાના આદેશાનુસાર ટાઉન પ્‍લાનીંગ ઓફિસર એમ. ડી. સાગઠીયા ના માર્ગદર્શન હેઠળ  મહાનગરપાલિકાની ટાઉન પ્‍લાનીંગ શાખા દ્વારા આજે ટાઉન પ્‍લાનીગ સ્‍કીમ નં.૯-(અંતિમ)તથા ૭-નાનામવા(અંતિમ)ના અમલીકરણના ભાગરૂપે તથા રાજકોટ મહાનગરપાલિકાને પ્રાપ્ત થતા અનામત પ્‍લોટમાં થયેલ ગેરકાયદેસર દબાણ/બાંધકામ દુર કરવા ડિમોલીશન હાથ ધરવામાં આવેલ. જેમાં ૧૭૪૩૩.૦૦ ચો.મી.ની અંદાજીત ૧૨૯કરોડની જમીન ખુલ્લી કરાવેલ છે.

જેમાં વોર્ડ નં. ૧ ની ટી.પી. સ્‍કીમ નં.૯-રાજકોટ, અંતિમ ખંડ નં.સી-૭ (વાણીજય વેંચાણ), શીતલ પાર્ક ચોક, વન વર્લ્‍ડ ની બાજુમાં, ૧૫૦' રીંગ રોડ,રાજકોટ ખાતેથી ૨ ઓરડી તોડી પાડી ૧૨૫૩૩ ચો.મી.ની ૧૦૦ કરોડની જમીન ખુલ્લી કરાવાયેલ.

જ્‍યારે વોર્ડ નં. ૧૧માં ટી.પી. સ્‍કીમ નં.૭-નાનામવા, અંતિમ ખંડ નં.૩/૩/એ (રહેણાંક વેંચાણ), ધોળકિયા સ્‍કુલ પાછળ, રામપાર્ક ની બાજુમાં, ૧૫૦' રીંગ રોડ, રાજકોટ ખાતે ૪૦ અસ્‍થાયી ઝુંપડા હટાવી ૪૯૦૦ ચો.મી.ની ૨૯ કરોડની જગ્‍યા હસ્‍તગત કરાયેલ.

આ ડીમોલીશનમાં ટાઉન પ્‍લાનીંગ શાખા વેસ્‍ટ ઝોનના આસી. ટાઉન પ્‍લાનર એમ. આર.ᅠ મકવાણા,ᅠઆર. એમ. વાછાણી તથા વેસ્‍ટ ઝોનનો તમામ ટેકનીકલ સ્‍ટાફ,ᅠજગ્‍યા રોકાણ શાખાનો સ્‍ટાફ, રોશની શાખાનો સ્‍ટાફ તેમજ કાયદો અને વ્‍યવસ્‍થા જળવાઈ રહે તે માટે વિજિલન્‍સનો પોલીસ સ્‍ટાફ સ્‍થળ પર હાજર રહેલ.

(3:12 pm IST)