Gujarati News

Gujarati News

News of Wednesday, 18th January 2023

શહેરના બસપોર્ટની ૧૦ કોમર્શિયલ સહિત કુલ ૮૬ મિલકતને ટાંચ જપ્‍તી નોટીસ

બાકીદારો સામે મનપાની લાલ આંખ : આજે વધુ ૧૦ મિલકત સીલ : અર્ધા દિ'માં ૩૦ લાખની વસુલાત

રાજકોટ તા. ૧૮ : મનપા દ્વારા ટેકસનો લક્ષ્યાંક પુરો કરવા માટે બાકીદારો સામે કડક ઝુંબેશ ચાલી રહી છે જે અંતર્ગત આજે વેરા વસુલાત શાખા દ્વારા ૧૦ મિલ્‍કતો સીલ કરેલ તથા ૮૬ને ટાંચ જપ્‍તીની નોટીસ આપેલ. જ્‍યારે રૂા. ૨૯.૬૧ લાખની વસુલાત કરવામાં આવી હતી.

વોર્ડ નં. ૧૩માં જંકશન મેઇન રોડ પર  નીધી એપાર્ટમેન્‍ટᅠ ૪-યુનિટને બાકી માંગણા સામે ટાંચ જપ્તી નોટીસ આપેલ. જંકશન મેઇન રોડ પર  લક્ષ્મણ એપાર્ટમેન્‍ટᅠ ૬-યુનિટને બાકી માંગણા સામે ટાંચ જપ્તી નોટીસ આપેલ. જંકશન મેઇન રોડ પર  રામેશ્વર એપાર્ટમેન્‍ટᅠ ૫-યુનિટને બાકી માંગણા સામે ટાંચ જપ્તી નોટીસ આપેલ હતી.

જ્‍યારે વોર્ડ નં. ૬માં ગઢિયા નગર માં ૬-યુનિટને બાકી માંગણા સામે નોટીસ અપાયેલ. ઉપરાંત વોર્ડ નં. ૭માં ઢેબર રોડ પર આવેલ બસ-પોર્ટ માં કોમર્શીયલ ૧-યુનિટ ને સીલ. તથા ૧૦-નોટીસ આપેલ. ગોંડલ રોડ પર આવેલ પ્‍લેનરી આર્કેડમાં ૫-યુનિટને સીલ તથા ઢેબર રોડ પર આવેલ ૯-યુનિટને નોટીસ ફટકારાઇ હતી. વોર્ડ નં. ૯માં ૧૫૦ ફૂટ રીંગ રોડ પર સુપદ કોમ્‍પ્‍લેક્ષ પાર્ક વિસ્‍તારમાં ૪-યુનિટને ટાંચ જપ્તી નોટીસ આપેલ. શિવપરા વિસ્‍તારમાં ૪-યુનિટને ટાંચ જપ્તી નોટીસ આપેલ.

ઉપરાંત વોર્ડ નં. ૧૪માં કેનાલ રોડ પર આવેલ અરીહંત કોમ્‍પ્‍લેક્ષમાં ૭-યુનિટને નોટીસ. કેનાલ રોડ પર આવેલ કર્મભૂમિ કોમ્‍પ્‍લેક્ષમાં ૫-યુનિટને નોટીસ. વોર્ડ નં- ૧૭માં અટીકામાં આવેલ ૪-યુનિટના બાકી માંગણા સામે નોટીસ આપેલ હતી.

ᅠઆજેᅠસે.ઝોન દ્વારા કુલ -૮ મિલ્‍કતોને સીલ મારેલ તથા ૪૯ -મિલ્‍કતોને ટાંચ જપ્તી નોટીસ આપેલ તથા રીક્‍વરી રૂા.૬.૯૨ᅠલાખ, વેસ્‍ટ ઝોન દ્વારા કુલ- ૨૧-મિલ્‍કતોને ટાંચ જપ્તી નોટીસ આપેલ તથા રીક્‍વરી રૂા.૧૪.૨૭.લાખ, ઇસ્‍ટ ઝોન દ્વારા કુલ - ૨ મિલ્‍કતોને સીલ મારેલ તથા ૧૬-મિલ્‍કતોને ટાંચ જપ્તી નોટીસ આપેલ તથા રીક્‍વરી રૂા.૮.૪૨ ᅠલાખ થઇ હતી.

વેરા-વસુલાત શાખા દ્વારા કુલ -૧૦ મિલ્‍કતોને સીલ કરેલ તથા ᅠ૮૬-મિલ્‍કતોને ટાંચ જપ્તીᅠનોટીસ રીકવરી રૂા.૨૯.૬૧ લાખ રીકવરી કરેલ છે.

આ કામગીરી આસી. મેનેજર રાજીવ ગામેતી, મયુર ખીમસુરીયા, વિવેક મહેતા,ᅠનિરજ વ્‍યાસ તથા તમામ વોર્ડ ઓફીસર, તમામ વોર્ડ ટેક્ષ ઇન્‍સપેક્‍ટરો દ્વારા આસી.કમિશ્નર સમીર ધડુક તથા વી.એમ.પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી કરવામાં આવી. હાલ સીલીંગ અને રીકવરીની કામગીરી ચાલુ છે.

(3:28 pm IST)