Gujarati News

Gujarati News

News of Wednesday, 18th January 2023

પત્‍નિને ત્રાસ આપી અપ્રાકૃતિક કૃત્‍ય આચરવા અંગેપકડાયેલ આરોપી પતિની રેગ્‍યુલર જામીન અરજી રદ

રાજકોટ તા. ૧૮: લગ્ન જીવન દરમિયાન ત્રાસ આપી મારકુટ કરી પત્‍નિ સાથે સૃષ્‍ટિ વિરૂધ્‍ધનું કૃત્‍ય કરનાર પતિની આગોતરા બાદ રેગ્‍યુલર જામીન અરજી પણ સેશન્‍સ અદાલતે રદ કરી હતી.

આ કેસની હકીકત જોઇએ તો, રાજકોટના રહીશ ભોગ બનનારે મહિલા પોલીસ સ્‍ટેશનમાં સંતકબીર મેઇન રોડ, ગાંધી સોસાયટી ખાતે રહેતા તેણીના પતિ કે જે ઇમીટેશનના ધંધા સાથે સંકળાયેલા હોય તે ભોગ બનનારને અવાર નવાર ત્રાસ આપી, મારઝુડ કરી બે સગીર સંતાનોની હાજરીમાં અમાનુષી સીતમ ગુજારી વિકૃત શારીરીક સંતોષ મેળવવા ભોગ બનનાર પત્‍નિ સાથે સૃષ્‍ટિ વિરૂધ્‍ધનું કૃત્‍ય આચરી તે રીતે શરીર સુખ માણી વિકૃત આનંદ લઇ ગુન્‍હો આચર્યા સબંધેની ભોગ બનનારે તેણીના પતિ ભાવેશ કરમણભાઇ રંગાણી વિરૂધ્‍ધ ફરીયાદ આપેલ હતી. બંને પક્ષે રજુઆતો, રેકર્ડ પરની હકીકતો પોલીસ પેપર્સ તથા ત.ક. અધીકારીનું સોગંદનામું અને મુળ ફરીયાદ પક્ષેના વાંધાઓ ધ્‍યાને લેતા અરજદાર વિરૂધ્‍ધનો ગુન્‍હો સમાજ વિરોધી અને ગંભીર પ્રકારના આક્ષેપવાળો ગુન્‍હો છે. ગુન્‍હાની તપાસ ચાલુ છે અને અરજદારે બે સગીર બાળકોની હાજરીમાં અવાર નવાર પત્‍નિની મરજી વિરૂધ્‍ધ અપ્રાકૃતીક એટલે કે સૃષ્‍ટિ વિરૂધ્‍ધનું કૃત્‍ય આચરેલનો આક્ષેપ છે, સામાન્‍ય રીતે કોઇપણસ્ત્રી ખુદ બે બાળકોની માતા હોય તે આવા ખોટા આક્ષેપો તેણીના પતિ સામે કરે તેવું સામાન્‍ય રીતે માની શકાય નહીં જો આવા અરજદારને જામીન ઉપર મુકત કરવામાં આવે તો સમાજમાં અવળી અસર થાય અને સાહેદોને ડરાવી ધમકાવી ફોળવા પ્રયત્‍ન કરી નુકશાન પહોંચાડે તે દહેશત નકારી શકાય તેમ નથી, બનાવનું સ્‍વરૂપ, ગુન્‍હાની ગંભીરતા વિગેરે તમામ પાસા ધ્‍યાને લેતા અદાલતે પોતાની અંતર્ગત સત્તાનો ઉપયોગ અરજદારની તરફેણમાં ઉપયોગ કરવાનું મુનાસીફ ન માની અરજદારની રેગ્‍યુલર જામીન અરજી નામંજુર કરતો હુકમ ફરમાવેલ હતો.

 ઉપરોકત કામમાં ભોગ બનનાર મુળ ફરીયાદી વતી રાજકોટના એડવોકેટ લલિતસિંહ જે. શાહી, ભુવનેશ શાહી, કુણાલ શાહી, સી. એમ. દક્ષીણી, યોગેશ બારોટ, સુરેશ ફળદુ, હિતેષ ગોહેલ, મનીષ ગુરૂંગ, નિશાંત જોષી તથા સરકાર પક્ષે દિલિપ મહેતા રોકાયેલ હતા.

(3:33 pm IST)