Gujarati News

Gujarati News

News of Wednesday, 18th January 2023

વીરદાદા જશરાજજીની પુણ્યતિથિ નિમિતે યોજાનાર રવિવારનું રઘુવંશી નાતજમણ રદ કરવામાં આવ્યું

કોરોનાના નવા વેરીયન્ટના ભયે મહાપ્રસાદ નહિં રાખવાનો નિર્ણય લેવાયો

રાજકોટ તા. ૧૮ :.. સમગ્ર રઘુવંશી સમાજના આરાધ્યદેવ અને પોતાની લગ્નવિધિ દરમ્યાન લગ્નમંડપમાંથી ઉઠીને ગાયમાતાની રક્ષાકાજે દોડીને શહીદી વ્હોરનાર પૂજય વીરદાદા જશરાજજીની પુણ્યતિથી રર જાન્યુઆરી, ર૦ર૩ ના રવિવારના રોજ છે. પૂજય જશરાજજીની પૂણ્યતિથી નિમિતે રઘુવંશી પરિવાર ચેરીટેબલ ટ્રસ્ટ રાજકોટ દ્વારા રેસકોર્સ મેદાન ખાતે રઘુવંશી નાતજમણ - મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજન કોરોનાના નવા વેરીયન્ટના ભય-ચિંતા વચ્ચે રદ કરવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે.

મહાપ્રસાદના આયોજન માટે સંસ્થા દ્વારા ૧૮ જાન્યુઆરી બુધવારથી ર૩ જાન્યુઆરી સોમવાર, ર૦ર૩ સુધી રાજકોટ ખાતેનું રેસકોર્સ મેદાન ટોકન દરે રાખવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે. પરંતુ વિવિધ દેશોમાં છેલ્લા થોડા સમયથી નવા વેરીયન્ટ સાથેના કોરોનાના કેસો નોંધાવા લાગતા અને ભારત સરકાર દ્વારા પણ કોરોના સામે સાવચેત રહેવા સુચનાઓ બહાર પડાતા રર જાન્યુઆરીના રોજ યોજાનાર રઘુવંશી મહાપ્રસાદનું  આયોજન રદ કરવા માટે રઘુવંશી પરિવાર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા નિર્ણય કરાયો હોવાનું જાણવા મળે છે. અત્રે ઉલ્લેખનીય છે કે કોરોનાના સમય દરમ્યાન કદાચ ત્રણ વર્ષથી પણ વધુ સમયથી પૂજય વીરદાદા જશરાજજીની પૂણ્યતિથિ નિમીતે રઘુવંશી મહાપ્રસાદ - નાતજમણનું આયોજન શકય બન્યું નથી.

(3:35 pm IST)