Gujarati News

Gujarati News

News of Wednesday, 18th January 2023

રાજકોટ યાર્ડમાં એમપીના નવા લસણની આવકઃ ૮૦૧ રૂા.ના ભાવે સોદા પડયા

સૌરાષ્‍ટ્રના લસણની આવક ર૦ દિ' પછી શરૂ થશેઃ ગત વર્ષ કરતા ભાવ ર૦૦ થી ૩૦૦ રૂા. ઉંચો રહે તેવી સંભાવના

રાજકોટ તા. ૧૮ : રાજકોટ માર્કેટયાર્ડમાં આજે મધ્‍યપ્રદેશની નવા લસણની આવકો થઇ હતી અને એક મણના ૮૦૧ રૂા.ના ભાવે સોદા પડયા હતા.

રાજકોટ યાર્ડમાં એમપીના નવા લસણના દાગીનાની આવક થઇ હતી અને એક મણના ૮૦૧ રૂા. ભાવે સોદા પડયા હતા જયારે જુના લસણની પર૦૦કવીન્‍ટલની આવક હતી. જુના લસણ એક મણના ભાવ ર૦૦ થી પપપ રૂા. હતા.

વેપારી સુત્રોના જણાવ્‍યા મુજબ છેલ્લા બે વર્ષથી લસણના ભાવો ઓછા હોય ચાલુ વર્ષે વાવેતર ઓછુ થયું છુ જો કે, સૌરાષ્‍ટ્રના નવા લસણની ર૦ થી રપ દિ' પછી આવકો શરૂ થશે અને ચાલુ વર્ષે નવા લસણના ભાવ ૭૦૦ થી ૧૦૦૦ રૂા. રહે તેવી શકયતા છે. ઓછા વાવેતરના કારણે ચાલુ વર્ષે લસણના ભાવ ઉંચા રહેશે.

(3:42 pm IST)