Gujarati News

Gujarati News

News of Wednesday, 18th January 2023

૧પ૦ રીંગ રોડ પર રાત્રે બેકાબુ બનેલી ઇકો કારે ત્રણ ટુ-વ્‍હીલરને ઉલાળ્‍યા : એકને ઇજા

પર્ણકુટી મેઇન રોડ પર રહેતા દર્શિતાબેન વાળા ઘવાયાઃ ચાલકની શોધ

રાજકોટ : શહેરના દોઢસોફુટ રોડ પર બીગબજારની સામે આવેલા ઇમ્‍પીરીયલ હાઇટ્‍સ પાસે રાત્રે એક જી.જે.૪-ઇએ-૪૦૧પ નંબરની ઇકો કારના ચાલકે પોતાની કાર પુરઝડપે ચલાવી એક એકટીવા અને બે બાઇકને હડફેટે લીધા હતા અકસ્‍માત થતા આસપાસના લોકો એકઠા થતા ચાલક કાર રેઢી મુકી ભાગી ગયો હતો. આ બનાવમાં પર્ણકુટી મેઇન રોડ પર ઠાકોદ્વાર પાસે રહેતા દર્શિતાબેન કેયુરભાઇ વાળા (ઉ.૪૦) ને માથા તથા મોઢાના ભાગે ઇજા થતા તેને સારવાર માટે ગીરીરાજ હોસ્‍પિટલમાં ખસેડાયા હતા દર્શિતાબેન ઇમ્‍પીરીયલ હાઇટ્‍સમાં ખરીદી કરીને પોતાનું એકટીવા બહાર કાઢતા ત્‍યારે ઇકો કારેહડફેટે લેતા ઇજા થઇ હતી બનાવની જાણ થતા માલવીયાનગર પોલીસ મથકના એ.એસ.આઇ.કે.યુ.વાળા સહિતે સ્‍થળ પર પહોંચી કાર્યવાહી કરી ઇકો કારના ચાલકની શોધખોળ હાથ ધરી છે.

(3:47 pm IST)