Gujarati News

Gujarati News

News of Wednesday, 18th January 2023

ઓશો કોમ્‍યુન(રાષ્‍ટ્રીય શાળા) દ્વારા આવતીકાલે ઓશો નિર્વાણ મહોત્‍સવ

રાજકોટઃ આગામી ૧૯ જાન્‍યુઆરીના રોજ ઓશો કોમ્‍યુન દ્વારા રાષ્‍ટ્રીયશાળા ખાતે ઓશો નિર્વાણ મહોત્‍સવનું ૯ દિવસીય આયોજન થયાનું શ્રી ગુરૂકૃપા કન્‍સ્‍ટ્રકશન કાું.ની એક યાદીમાં જણાવાયુ છે. સવારે ૫.૧૫થી રાત્રે ૯ સુધી આ શિબિર ચાલશે જેમાં કીર્તન, વોર્મઅપ, સક્રીય ધ્‍યાન, ધ્‍યાન પ્રયોગ અને જન્‍મદિન ઉજવણી તથા રાત્રી ભોજનનું આયોજન થયુ છે. શિબિરનું રજીસ્‍ટ્રેશન શિબિર ચાલુ થવાના દિવસ સુધી ચાલુ જ રહેશે  અગાઉથી જ રજીસ્‍ટ્રેશન કરાવી લેવા અને જે કોઇ મિત્ર કોઇ કારણ હેતુ અગાઉથી જાણ ન કરી શકયા તે શિબિરના દિવસે આવીને ત્‍યાં કરાવી શકે છે.

આ શિબિરમાં કોઇપણ જ્ઞાતિનીસ્ત્રી, પુરૂષ કે યુવાન હોય તે ભાગ લઇ શકે છે. કોઇપણ મિત્ર આખા દિવસમાં કોઇ વિશેષ ધ્‍યાનમાં જ ભાગ લેવા માગતા હોય તે પણ આ શિબિરમાં ભાગ લઇ શકે છે. શિબિરમાં નાસ્‍તો, લંચ, રાત્રિ ભોજન તથા ચા બધા ઉપલબ્‍ધ છે તેમાટે કોઇ ચાર્જ નથી. પરંતુ સ્‍વૈચ્‍છિક અનુદાન સ્‍વીકાર્ય છે. જે કોઇ મિત્ર આ શિબિરમાં આવે તે આરામ-દાયક કપડા પહેરીને આવે અને જે ઓશો સંન્‍યાસી છે તેઓ મરુન કે સફેદ રોબમાં આવે તો સારુ રહેશે. રજીસ્‍ટ્રેશન માટે વોટસએપ નં: ભિખાલાલ વોરાઃ ૯૩૭૪૧ ૦૧૧૨૪, ભાવના કસુંદ્રાઃ ૭૫૭૫૦ ૦૨૦૨૦ અને દિલીપ પટેલઃ ૯૮૨૫૨ ૨૯૩૯૪ ઉપર રજીસ્‍ટ્રેશન થઇ શકશે તેમ જણાવાયુ છે.

(3:56 pm IST)