Gujarati News

Gujarati News

News of Wednesday, 18th January 2023

મેટોડામાં ઓરિસ્સાના યુવાને ગળા અને હાથ પર બ્લેડથી કાપા માર્યા

રાજકોટ તા. ૧૮: મેટોડા જીઆઇડીસી ગેઇટ-૩માં રહેતાં અને ફેકટરીમાં કામ કરતાં મુળ ઓરીસ્સાના અનુપા શુકલાલ માઝી (ઉ.૨૮) નામના યુવાને સવારે ઓરડીમાં હતો ત્યારે પોતાના ગળા અને હાથ પર બ્લેડથી છરકા મારી લેતાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં લોધીકા પોલીસને જાણ કરાઇ હતી.  આ યુવાન બે વર્ષથી મેટોડા રહી કંપનીમાં કામ કરે છે અને સંતાનમાં એક પુત્ર તથા એક પુત્રી છે. બિમારીને કારણે આમ કર્યાનું રટણ તેણે કર્યુ હતું.

(3:56 pm IST)