Gujarati News

Gujarati News

News of Wednesday, 18th January 2023

પર્યાવરણ પ્રવૃતિ બદલ એવોર્ડ

આર.કે. યુનિવર્સિટી તેમજ એસ.એચ.ટી.સી. દ્વારા દર વર્ષે સમાજની અસાધારણ સેવાના સન્‍માનમાં વ્‍યકિતઓ અને સંસ્‍થાઓને કે.એસ.પટેલ સોશિયલ ઇમ્‍પેકટ એવોર્ડ આપવામાં આવે છે. કે.એસ.પટેલ સોશિયલ ઇમ્‍પેકટ એવોર્ડ ૨૦૨૨, વિજયભાઇ ડોબરીયાને એનાયત કરવામાં આવ્‍યો હતો. ગુજરાત રાજયના ગ્રીન મેન વિજયભાઇ ડોબરીયા એ માનવસેવા ચેરીટેબલ ટ્રસ્‍ટના પ્રમુખ છે તેઓએ ખુબ જ ઓછા સમયમાં સદભાવના વૃધ્‍ધાશ્રમને પોતાના સેવા કાર્યોથી દરેક શેરીઓ, મહોલ્‍લાઓ અને સોસાયટીઓમાં જાણીતું બનાવ્‍યુ છે. તેઓ રાજયને ગ્રીન બનાવવાનું પણ અભિયાન ચલાવી રહયા છે જે અંતર્ગત ખૂબ ટૂંકા સમયમાં ૧૯,૦૦,૦૦૦ વૃક્ષો વિનામૂલ્‍યે પીંજરા સાથે વાવી તેનું જતન કરવામાં આવ્‍યુ છે. વિજયભાઇ ડોબરિયાના આ સત્‍કાર્ય માટે તેમને કે.એસ.પટેલ સોશિયલ ઇમ્‍પેકટ એવોર્ડ ૨૦૨૨ ડો.વી.કે.સારસ્‍વત(સભ્‍ય-નીતી આયોગ, ભારત સરકાર)ના હસ્‍તે એનાયત કરવામાં આવ્‍યો હતો.

(3:57 pm IST)